મતદાર યાદી સુધારણા માટે કાલે ખાસ ઝુંબેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ મતદાન મથક ઉપર બીએલઓ દિવસભર બેસશે

ભારતનાચૂંટણી પંચની સુચના મુજબ તા.૧ જાન્યુઆરી ૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ખાસ ઝૂબેશના દિવસોએ કુલ ૪૧,૮૧૫ ફોર્મ રજુ થયેલા છે. જેમાં ૧૮થી ૨૧ વર્ષની વયના ૭૫૭૪ તથા ૨૧ વર્ષ ઉપરના કુલ ૧૧,૬૭૫ યુવા નાગરિકોએ ફોર્મ ભરી નામની નોધણી કરાવેલી છે. તેમજ મતદાર યાદીમાં નામ સામે વાંધો હોય અથવા નામ કમી કરવા ફોર્મ નં.૭ કુલ ૭૯૫૦ ભરાયા છે. મતદાર યાદીમાં નામ સુધારવા માટે કુલ ૧૨,૬૯૬ ફોર્મ નં.૮ ભરાયેલ છે. એક વિધાનસભા મતવિભાગમાં એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે કુલ ૧૯૨૦ ફોર્મ-૮ક રજુ થયેલ છે. આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે આગામી તા.૩૦-૭-૧૭ રવિવારના રોજએક વિશેષ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. ઝુંબેશના દિવસે જિલ્લાના તમામ મતદાન મથક ઉપર સવારે ૧૦થી કલાક સુધી બુથ લેવલ અધિકારી તમામ મતદાન મથક ઉપર હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...