તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરમાં રસ્તા પર વાહન સ્લીપ થતાં લોકોએ લગાવ્યા સાવધાનીનાં બોર્ડ

શહેરમાં રસ્તા પર વાહન સ્લીપ થતાં લોકોએ લગાવ્યા સાવધાનીનાં બોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં માઢ સ્ટ્રીટ, છાંયા બજાર, કાળવા ચોકથી માંગનાથ રોડ, પીપલ્સ બેંકથી કાળવા ચોક વિસ્તારમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે. આ રોડ વરસાદનાં કારણે લપસણાં બની ગયા છે. જેના કારણે લોકોનાં વાહનો સ્લીપ થઇ રહ્યા છે. આ અંગે કોર્પોરેશનને રજુઆત કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી ત્યારે અકસ્માતમાં ગંભીર ઇજા ન થાય તેવા ઉદેશથી આ વિસ્તારનાં રહીશો અને લોકોએ સ્વખર્ચે બોર્ડ લગાવ્યા છે અને વાહન ચાલકોને માહિતગાર કરવામાં આવ્યા છે કે અહીં રસ્તા પર વાહન સ્લીપ થતાં વાહન ધીમે ચલાવવા. જૂનાગઢમાં વરસાદનાં કારણે અનેક માર્ગો પર કાદવ, કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. હાલ તહેવાર હોય વહેલી તકે રસ્તા રીપેર કરવા માંગ ઉઠી છે.

લોકોએ બોર્ડ લગાવ્યા. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...