ગોરવીયાળીથી સરદારપુર રૂટની એસટી અનિયમીત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં ગોરવીયાળી વાયા સરદારપુર ચાલતી જૂનાગઢની એસટી બસ છેલ્લા થોડા સમયથી અનિયમિત રહેતા પાંચ ગામોનાં સરપંચ સહીત ગ્રામજનો દ્વારા ચક્કાજામની ચિમકી ઉચ્ચારી છે.

રગળધગડ તંત્રની સાબિતી પુરતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં ગોરવીયાળી વાયા સરદારપુર રૂટની એસટી બસ છેલ્લા થોડા સમયથી અનિયમીત રહેતા ગામોનાં વિઘાર્થીઓ તથા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેટલુ નહીં બસની અનિયમીતતાને કારણે વિઘાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે બાબતે સરદારપુરનાં સરપંચ અરવિંદભાઇ આહીર દ્વારા બાબતે અનેક વખત જૂનાગઢ ડેપોમાં ફરીયાદ કરવામાં આવી છે છતાં કોઇ સંતોષકારક પરિણામ મળવા પામ્યુ નથી તેટલું નહીં દર વખતે તંત્ર તરફથી ડ્રાવરની ઘટ છે કે પછી નિયમીત થઇ જશે તેવા ઠાલા આશ્વાસન ના શબ્દો મળતા હોવાની રાવ સરપંચે કરી છે. જો આગામી 10 દિવસમાં ગોરવીયાળી વાયા સરદારપુર રૂટની બસ જો નિયમીત નહીં થાય તો સરદારપુર, ચોરવાડી, ચુડા હળમતીયા સહીતનાં પાંચ ગામનાં સરપંચ તથા ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

10 દિ’માં નિયમીત નહીં થાય તો ચક્કાજામ

અન્ય સમાચારો પણ છે...