• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મારો સગો ભાઇ મને વેંચી દેહ વ્યાપાર કરાવવા માંગે છે, સગીરાની આપવિતી

મારો સગો ભાઇ મને વેંચી દેહ વ્યાપાર કરાવવા માંગે છે, સગીરાની આપવિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાંસામાકાઠા વિસ્તારમાં રહેતી એક અંધવૃધ્ધાની સગીર પુત્રીની આપવીતીની કે જેનો સગો ભાઇ તેને વેંચી નાંખવા માંગે છે પણ પાડોશીઓનાં આશરે તે પોતાને બચાવીને સુરક્ષીત છે.

મેંદરડાનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા વાંસફોડીયા કે સુંડલાવાળા તરીકે ઓળખાતા પરીવારોમાં એક અંધવૃધ્ધા મુકતાબેન દિપકભાઇ કાનાણી જેના પતિ દિપકભાઇ 8-10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા અને પોતે અંધ બનતા નિરાધાર બની ગયેલા સંતાનમાં 5 દિકરીઓ અને એક દિકરો 2 વર્ષ પહેલા મેંદરડા આવ્યા તો ત્યાં લોકોએ ઝુંપડું બાંધી દઇને તેને આશરો આપ્યો. મુકતાબેનની એક દિકરી સાસરે છે, બીજી દિકરી વિધવા છે જયારે ત્રીજી દિકરીની સગાઇ થઇ ગઇ હોવા છતાં કેટલાક તત્વો ખરાબ ધંધા માટે લઇ ગયા, વૃધ્ધાનો આધાર કહેવાતો દિકરો અર્જુન પણ તેઓની સાથે ભળી ગયો હવે વૃધ્ધાનો આધાર માત્ર તેની બે સગીર પુત્રીઓ અને પાડોશીઓ પણ હવે સગીરાઓનો ભાઇ બહેનોને લઇને વેચી દેવા માંગે છે તેવો આરોપ સગીરાએ લગાવ્યો છે. રવિવારની બપોરે સગીરાઓનો ભાઇ અર્જુન સુર્યા ઉર્ફે રાધા, હિતેષ, મધુ, ભુપત, વિશાલ, હિરલ ઉર્ફે લાલી, અશ્વીન, ઉષા, મયુર સહિતનાં અમદાવાદ અને જૂનાગઢનાં લોકો મળી 10 થી 15 લોકો રીક્ષા અને મોટર સાયકલમાં વૃધ્ધા અને સગીરાઓને લેવા આવ્યાં પરિવારે વિરોધ કરતાં વૃધ્ધાને ઢસડીને લઇ ગયાં પાડોશમાં રહેલાઓએ વિરોધ કર્યો તો તેને પણ માર માર્યા બાદમાં એક સગીરા પાડોશીઓ સાથે પોલીસ સ્ટેશને પહો઼ચીને વિનંતી કરતા પોલીસે લોકોને ખડપીપળી પાસેથી પકડી પાડેલ. જયારે અંધ વૃધ્ધાને કાંટાળા વિસ્તારમાં ફેંકી દેવાયેલ. પોલીસે લોકોનાં અટકાયતી પગલા લઇને કાર્યવાહી કરેલ. જયારે વૃધ્ધાને અને સગીરાઓને છોડાવેલ.

મને જમીન પર ઢસડીને લઇ ગયા : વૃધ્ધા

અંધવૃધ્ધા મુકતાબેન ભીની આંખે જણાવે છે કે મને અને મારી નાની દિકરીઓને ઢસઢીને લઇ ગયાં અને ખડપીપળી ખાતે કાંટાળી ઝાડીઓમાં ફેંકી દીધા, લોકો રૂપિયાની લાલચ આપે છે પણ રૂપિયા માટે હું દિકરીઓનું જીવતર નહીં બગાડું.

અમેછીએ ત્યાં સુધી કંઇ નહિં થાય : પાડોશીઓ

વૃધ્ધાનેઅને સગીરાઓને આશરો આપનાર પાડોશીઓ કહે છે કે અમે મજુર વર્ગનાં લોકો છીએ, મહેનત કરીને ખાઇએ છીએ પણ વાત જયારે દિકરીની આબરૂની આવે તો અમે છીએ ત્યાં સુધી લોકોને કંઇ નહિં થાય પરંતુ આખો દિવસ અમે હોતા નથી તો પોલીસ દ્વારા લોકો સામે કાર્યવાહી થાય તો છુટકારો મળે.

ગુંડાઓને લઇને લેવા આવ્યો, પાડોશીઓએ બચાવી લીધી

અન્ય સમાચારો પણ છે...