• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1312 મતદાર મથક પર ત્રણ રવિવાર ખાસ ઝૂંબેશ

જૂનાગઢ જિલ્લામાં આવતીકાલથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થશે.તેમજ તા.18,25 સપ્ટેમ્બર અને 9 ઓક્ટોમ્બરનાં ત્રણ રવિવારે 1312 મતદાન મથક ઉપર ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

દેશના ચુંટણીપંચ દ્વારા તા. જાન્યુઆરી ૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાનાં ૧૩૧૨ મતદાન મથક ઉપર બ્લોક લેવલ અધિકારી તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬, તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ તથા તા. 9 ઓક્ટોમ્બર ૨૦૧૬ રવિવાર દરમ્યાન સવારે ૧૦-૦૦ થી સાંજનાં ૬-૦૦ કલાક સુધી ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે. અને તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬ થી તા. ૧૪ ઓક્ટોમ્બર ૨૦૧૬ સુધી તમામ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી તથા તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કચેરી ખાતે મતદારો પોતાનાં નામની નોંધણી, કમી કે સુધારો કરવા માટે સબંધીત ફોર્મ ભરી શકશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ તા. લી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરનાં મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ થાય તથા ડેટામાં રહેલી ભુલો સુધારવી, મતદારોનાં કલર ફોટા મેળવવા, મતદાર યાદીમાં રહેલી ક્ષતીઓ સુધારવા, એકથી વધુ વખત નામ હોય તો દૂર કરવા, લાયક મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવાના બાકી રહી ગયેલ હોય તો તે દાખલ કરવા, સ્‍થળાંતર કરી ગયેલ મતદારોની ખરાઇ કરી શકે તેવો છે.

વિધાનસભાની આગામી ચુંટણી યોજાવાની હોવાથી પુર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચુંટણી પંચ દ્વારા દરેક જિલ્લાનાં મતદાર યાદી સુધારણા માટે જણાવાયું હતુ. જે અન્વયે જિલ્લાની પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહીતની કચેરીઓ કામે લાગી ગઇ હતી. મતદારોએ બાબતે ફોર્મ ભરી લેવાનાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...