તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમા-ખોડલનાં રથ સાથે પાટીદારોએ કરી પદયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢથી સીદસર વહેલી સવારે

પ્રાગટ્ય દિવસ નિમીતે આયોજન કરાયું હતું

જૂનાગઢમાંથીવહેલી સવારે પાટીદારોએ મા ઉમા અને મા ખોડલનાં રથ સાથે સીદસર ખાતે પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા 8 વર્ષથી માતાનાં પ્રાગ્ટય દિવસ નિમીતે આયોજન કરવામાં આવે છે.

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ખાતેથી સવારે પાટીદારોએ સીદસરથી પદયાત્રા કરી હતી. 117માં પ્રાગટ્ય દિવસ નિમીતે મા ઉમા અને મા ખોડલનાં રથ સાથે ઉમાધામ-સીદસર ખાતે હજારો પાટીદારોએ પદયાત્રા કરી હતી. છેલ્લા 8 વર્ષથી સીદસર ખાતે પદયાત્રા કાઢવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે.

સમગ્ર રસ્તામાં આગેવાનોએ ખાણીપીણીની વ્યવસ્થા ઉભી કરી હતી. રાત્રીરોકાણ પાણેરી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રસંગે ઉમા પદયાત્રા સમિતીનાં અનિલભાઇ માકડીયા, ઉપપ્રમુખ સચીન ભુત આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર આંદોલન સમિતીનાં જિલ્લા કન્વીનર કેતન પટેલ, શહેર સહ કન્વીનર દર્શન રાદડીયા, લાલાભાઇ હિંગરાજીયા વગેેરે આગેવાનો જોડાયા હતા. પ્રસંગે પાટીદાર સમાજનાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...