• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પ્રવાસન વિભાગ દર વર્ષે કલેકટરને 10 કરોડની ગ્રાન્ટ ફાળવે છે

પ્રવાસન વિભાગ દર વર્ષે કલેકટરને 10 કરોડની ગ્રાન્ટ ફાળવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CMનાં સૂરાપૂરાનાં ગામ ચણાકામાં પણ યાત્રી સુવિધા વિકસાવાશે

જિલ્લાનાં 7 સ્થળનો બે વર્ષમાં 20 કરોડનાં ખર્ચે વિકાસ થશે

પ્રવાસનસ્થળનાં વિકાસમાં રાજ્ય સરકાર દર વર્ષે કલેકટરને 10 કરોડની ગ્રાન્ટ ફાળવે છે. ગ્રાન્ટમાંથી પ્રવાસન સ્થળનો વિકાસ થતો હોય છે. જૂનાગઢ શહેરનાં 3 સહિત સાત સ્થળનો બે વર્ષમાં રૂપિયા 20 કરોડનાં ખર્ચે વિકાસ કરવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીનાં સૂરાપૂરાનાં ગામ ચણાકામાં આવેલા ચ્યવન આશ્રમનો પણ પ્રવાસન સ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક કલેકટર ડો. રાહુલ ગુપ્તાનાં અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં આગામી બે વર્ષમાં જૂનાગઢમાં આવેલા ઉપરકોટ, વાઘેશ્વરી માતાજીનું મંદિર, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ધણેજમાં આવેલું ધન્વંતરી આશ્રમ, કનકાઇ માતાનું મંદિર, માંગરોળમાં આવેલું કામનાથ મહાદેવનું મંદિર, ચણાકામાં આવેલો ચ્યવન ઋષિનો આશ્રમનાં સ્થળોએ યાત્રિકો માટે માળખાગત સુવિધાઓ ઉભી કરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે રૂપિયા 20 કરોડની ફાળવણી કરવામાં આવશે. બે વર્ષમાં કામ કરવામાં આવશે. જોકે, પ્રવાસન સ્થળનાં વિકાસમાં તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પરિવારનાં સૂરાપૂરાનાં ગામ ચણાકાની મુલાકાત લીધી હતી. હાલ વિકાસ માટે ચણાકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિટીંગમાં મેયર જીતુ હિરપરા, કમિશ્નર રવિશંકર, યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડિરેકટર યોગી પઢિયાર સહિતનાં હાજર રહ્યા હતા . છેલ્લા બે વર્ષથી જૂનાગઢ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળનાં વિકાસ માટે આયોજન કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી નક્કર પરિણામ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...