સિંહોની સંભાળ માટે એક સિંહે સરેરાશ બે કર્મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
523 સિંહોની સંભાળ લઇ શકાતી નથી

ગીર,ગીરનાર અને બૃહદગીરમાં થઇ એક હજારથી વધુ કર્મીઓ સિંહોની સુરક્ષા માટે ફરજ બજાવતા હોવા છતા 523 વનરાજોની સાર-સંભાળ અને સુરક્ષાને કારણે સિંહો કમોતે મરી રહયા છે. ત્યારે જૂનાગઢ ગીર પશ્ચિમનાં ડીસીએફનાં આશ્ચર્યજનક નિવેદન લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ગીર પશ્ચિમ ડીવીઝન હેઠળ કુલ નવ રેન્જ અને 35 રાઉન્ડ અને 97 બીટસમાં કુલ દોઢસોથી વધારે વનકર્મીઓ ફરજ બજાવી રહયા છે. ગીર પુર્વ ડીવીઝન હેઠળ સાત રેન્જ, 27 રાઉન્ડ અને 61 બીટસમાં કુલ દોઢસો જેટલા વનકર્મીઓ છે. જયારે સાાસણ ડીવીઝન હેઠળ ત્રણ રેંજ 16 ફોરેસ્ટર, અને 20 ગાર્ડ, મજુરો ટ્રેકરો થઇ 100 થી વધુકર્મીઓ ફરજ પર છે. જયારે ગીર-સોમનાથ અને અમરેલી ડીવીઝનમાં પણ કુલ 200 થી વધુ વનકર્મીઓ ફરજ બજાવી રહયા છે. જયારે ગીરની બોર્ડર પરનાં ગામડાઓમાં સ્થાનિક વ્યક્તિને વનમિત્ર તરીકે ભરતી કરી સિંહો તથા વન અને વન્યપ્રાણીઓની રક્ષણની જવાબદારીઓ સોંપવામાં આવી છે. છતાં પણ સિંહો કમોતે મરી રહયા છે. તે શરમ જનક ઘટના કહેવાય સરકાર દ્વારા વન અને વન્યપ્રાણીઓનાં તેમાં ખાસ કરીને સિંહોનાં સરક્ષણ માટે કેટલા સાધનો, ઉપકરણો પણ વનકર્મીઓને ફાળવવામં આવ્યો હોવા છતા સિંહોની સુરક્ષા અને સાંભળવામાં કેટલાક છીંડાઓ ઉડીને આંખે વળગી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...