તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • PMનાં કાર્યક્રમની તૈયારીને લઇ આજે અધિકારીઓની બેઠક મળશે

PMનાં કાર્યક્રમની તૈયારીને લઇ આજે અધિકારીઓની બેઠક મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | આગામી 23મી ઓગષ્ટનાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે, વડાપ્રધાનનાં હસ્તે જૂનાગઢ સિવીલ હોસ્પીટલનાં નુતન બિલ્ડીંગ, જૂનાગઢ કૃષિ યુનિ. વેટરનરી કોલેજનાં નવા ભવનો, અને મહાનગરપાલીકા હસ્તક હાથ ધરાયેલ વિકાસ કામોનું ત્રિવીધ લોકાર્પણ કરશે. સમગ્ર કાર્યક્રમનાં સુચારૂ વ્યવસ્થાપન માટે 21 જેટલી સમીતીની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં થયેલી કામગીરીની સમિક્ષા માટે તા.20 ઓગષ્ટે સવારે 10-30 કલાકે એએસએલ ની ટીમના અધિકારીઓની ઉપસ્થિતીમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જૂનાગઢ હેલીપેડ ખાતે મીટીંગ યોજાશે. જેમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સહિતનાં અધિકારીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...