તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સિવીલમાં સિટી સ્કેનનાં રીપોર્ટ ખાનગી ગાયનેક તબીબને બતાવવા પડે છે

સિવીલમાં સિટી સ્કેનનાં રીપોર્ટ ખાનગી ગાયનેક તબીબને બતાવવા પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં આવેલી સિવીલ હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં તો આવી છે. પરંતુ હોસ્પિટલમાં પુરતા તબીબો ન હોવાને કારણે સારવાર બાબતે હોસ્પિટલ અવારનવાર વિવાદમાં રહી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી અને ધરમના ધક્કા ખાવા પડે છે. હોસ્પિટલ કરોડો રૂપિયાના સાધનોથી સજ્જ કરવામાં આવી છે. પરંતુ તબીબોને અભાવે કરોડોના સાધનો પણ શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. થોડા દિવસો પહેલા જ હોસ્પિટલે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલું સિટી સ્કેન મશીનથી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ માત્ર આ સિટીસ્કેન અેક જ દિવસ ચાલ્યા બાદ બંધ થઇ જતા સારવાર લેવા આવતા દર્દીઓને સિટીસ્કેન માટે ખાનગી હોસ્પિટલનો સહારો લેવા પડી રહ્યો છે. હોસ્પિટલમાં સિટીસ્કેન સારવાર શરૂ કરવામાં આવી છે. પરતુ સિટી સ્કેનના રીપોર્ટ તપાસનાર ગાયનેક તબીબની નિમણૂંક હોસ્પિટલમાં ન હોવાથી દર્દીઓને પોતાના સિટી સ્કેન બહાર ગાયનેક તબીબને બતાવવા જવું પડે છે. હોસ્પિટલમાં તબીબોની ઘટના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી અને ના છુટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના સાધનોની ખરીદી કરે છે. પરતું તબીબોની ભરતી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...