તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ફિક્સ પગારમાં વધારો નહીં થાય તો શિક્ષકો કરાવશે મુંડન

ફિક્સ પગારમાં વધારો નહીં થાય તો શિક્ષકો કરાવશે મુંડન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો ફિક્સ પગાર વધારાને સંદર્ભે થયેલા અન્યાયને લઈ ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જોકે અન્યાયને લઈને શિક્ષકોનો રોષ ફાટી નીકળ્યો છે અને સામુહીક મુંડનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર દ્વારા આ બાબતને અવગણવામાં આવતા જૂનાગઢ સંઘના પ્રમુખ વેજાભાઈ પીઠીયા અને મહામંત્રી એમ.વી.મોરીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષક મહમંડળ દ્વારા સરકારને 5 સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીનું અલ્ટીમેટમ આપાયેલ છે. સરકાર 5 તારીખ સુધીમાં માંગંણી નહીં સ્વીકારે તો આગામી 16 સપ્ટેમ્બરના રોજ 2000 જેટલા શિક્ષકો સામુહીક મુંડન કરાવશે. જે કાર્યક્રમ ચાર ઝોન મહેસાણા, આણંદ, સુરત, રાજકોટમાં એક સાથે કરાશે. આ સંદર્ભે કેશોદ ખાતે આજેે ડી.ડી.લાડાણી હાઈસ્કુલમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...