તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભુતનાથ મંદિરે શિવભક્તો માટે ગર્ભગૃહની બહાર જ અભિષેકની વ્યવસ્થા

ભુતનાથ મંદિરે શિવભક્તો માટે ગર્ભગૃહની બહાર જ અભિષેકની વ્યવસ્થા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શ્રાવણ માસ શરૂ થયાને આજે એક અઠવાડીયું થઈ ગયું છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. ત્યારે જૂનાગઢ શહેરના પ્રચલિત શીવમંદિરો પૈકીનું એક ભુતનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોની ભીડ ઉમટેલી જોવા મળે છે. ત્યારે શિવ ભક્તો દ્વારા ભુતનાથ મહાદેવને દુધ કે પાણીનો અભિષેક કરવાની ઈચ્છા જાહેર થવી સહજ છે. મંદિર તંત્ર દ્વારા શિવ ભક્તો સીધા પોતાનો અભિષેક ગર્ભગૃહ માં પ્રવેશ્યા વગર ભુતનાથ મહાદેવને કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં એક લાંબા સ્ટીલના પાઈપથી લોકો ઘડામાં પાણી કે દુધ નાખે અને સીધુ ભુતનાથ મહાદેવને અભિષેક પહોંચી જાય છે. આ વ્યવસ્થાથી મંદિરમાં દર્શનાર્થે આવનારા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...