તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળ માં સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્વમાં કુશળ નેતૃત્વથી વિશ્વભરમાં ભારતનું માન સન્માન વધ્યું : સ્મૃતિ ઇરાની

પારદર્શક વહિવટથી વચેટીયાઓને જાકારો મળ્યો

આજેવેરાવળ મા કેન્દ્ર સરકાર ની યોજનો ઓની ઉપલબ્ધિ ની જાણકારી માટે યોજાયેલ સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન વેરાવળ ઇન્ડીયન રેયોન સ્કુલના ગ્રાઉન્ડમા યોજાયો .આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગ્ટય કરી અને ત્યાર બાદ ઇન્ડીયન રેયોન સ્કુલના બાળકો દ્વારા ગણેશ વંદન કરવામાં આવેલ. અને સ્વાગત પ્રવચન જિલ્લાભાજપ ના પ્રમુખ ઝવેરીભાઈ ઠકકર દ્વારા કરવામાં આવેલ હતું. આમ વધુ માહિતી આપતા જૂનાગઢ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા જણાવ્યું હતું કે ઘણા સમયથી પડતર પશ્ને રોપવેની મંજુરી મળી ગઇ છે. જેનું 2019 પહેલાં દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવેલ હતું તેવું જણાવેલું હતું. જ્યારે કેન્દ્ર સરકારની કામગીરી ત્રણ વર્ષ પુરા થતા તેમાં એકપણ ભ્રષ્ટાચાર થયો નથી. જ્યારે સંમેલનનો મુખ્ય હેતું સબસીડી એલપી જી ઉપર લેતાં હોય તે સબસીડી જતી કરે તો તેનો લાભ સીધો નાના વર્ગ લોકોને નવું એલપી જી કનેકશન મળી શકે તે માટે તેનો ઉપયોગ મા લઇ શકાય તે માટે થઇ શકે આમ સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન નો મુખ્ય હેતુ ગણાયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંમેલન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા અને ગુજરાત રાજ્ય ના મંત્રી જશાભાઇ બારડ રાજ્ય સભા ના સંસદ ચુનિભાઇ ગોહેલ મ્યુનિફાઇન્સ બોડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ઞોવિંદ ભાઈ પરમાર જિલ્લા પ્રમુખ મણી બેન રાઠોડ જગદીશ ફોફંડી ,રાજશી જોટવા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને એલપીજી ગેસ ઉપર મળતી સબસીડી જતી કરનારા રામસિંહ ભાઈ રામ સબસીડી જતી કરતા તેમને પ્રધાનમંત્રી સન્માન પત્ર આપી ને સન્માન કરવામાં આવેલ હતું અને નશિમા બેનને ગેસ કીટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...