તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદ મુદ્દે વિહિપ,બજરંગદળની ચિંતન શિબિર મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાંથી એક વર્ષમાં 200 હિન્દુ દિકરીને વિધર્મીઓ ભગાડી ગયા

જૂનાગઢમાંઅેક વર્ષમાં 200થી વધુ હિન્દુ દિકરીઓનું ધર્માંતરણ થયું છે. લવજેહાદ મુદ્દે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની બેઠક મળી હતી. જેમાં ચાંપરડા આશ્રમના મહંત મુક્તાનંદ બાપુએ હિન્દુ સમાજને જ્ઞાતિઓના તોડી સમસ્યા સામે લડવા એક થવાં હાકલ કરી હતી.

હાલ દેશમાં લવજેહાદનું પ્રમાણ વધી રહ્યું છે. અેક આંકડા મુજબ સમગ્ર દેશમાંથી અંદાજે 2 લાખથી વધુ હિન્દુ યુવતીઓે વિધર્મીઓએ પ્રેમ જાળમાં ફસાવી ધર્માંતરણ કરાવ્યું છે. જો માત્ર જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો એક વર્ષમાં અંદાજે 200થી વધુ હિન્દુ યુવતીઓએ ધર્માંતરણ કર્યું છે. હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરીક સંબંધ બાંધે છે અને સંતાન થાય એટલે તર છોડી દેવાની ઘટના બને છે. ત્યારે સમસ્યાને જડમૂળથી ઉખેડવા આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ચાંપરડા આશ્રમના મહંત મુક્તાનંદ બાપુ,ઝાંઝરડા ગામની ખેતલાઆપાની જગ્યાના મહંત રાજભારતી બાપુ,વિહિપના સૌરાષ્ટ્ર પ્રાંતના-મંત્રી બકુલભાઇ ખાખી,પ્રાંતના સંગઠન મંત્રી જિતુભાઇ મહેતા,જયસુખભાઇ બુટાણી, મહેન્દ્રભાઇ લાડાણી, જિતુભાઇ ટાકોદરા,અરંવિદભાઇ સોની, જિગ્નેશભાઇ આજકીયા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો,મોટી સંખ્યામાં સંતાનો સાથે માતાપિતા હાજર રહ્યા હતા. તકે મુક્તાનંદ બાપુએ તમામ હિન્દુઓને પોતાના ભાઇ ગણવા અને જ્ઞાતિના ભેદભાવ ભુલી એક થવા,કર્મને પણ મહત્વ આપવા,કુરિવાજોથી દુર રહેવા,દિકરીઓને સાચું ખોટા અંગે પહેલાથી જાણકારી આપી આવા તત્વો સામે ઝુકવાને બદલે લડતા શિખવવુ઼ પડશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...