2 માસથી સમસ્યા,અનેક રજુઆતો, છતાં સ્થિતી જૈસે થે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોમાં ગંભીર બિમારી ફેલાશે તો જવાબદારી કોની ?

જૂનાગઢનાં વોર્ડ નં. 10 માં પીવાના પાણીમાં ભળે છે ગટરનું ગંદુ પાણી

જૂનાગઢનાવોર્ડ નંબર 10 માં પીવાના પાણી માં ગટરનું પાણી ભળી રહ્યું છે. બાબતે અનેક રજુઆતો છતાં કોઇ કાર્યવાહી થતા સ્થાનીક રહેવાસીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.

અંગે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર મોહન પરમારે કમિશ્નર વી.જે. રાજપુતને પાઠવેલા પત્રમાં જણાવેલ છે કે વાલ્મીકીવાસમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. છેલ્લા 2 માસથી સમસ્યા છે.આ અંગે કોર્પોરેશનમાં અનેકો વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઇ કામગીરી કરવામાં આવી નથી.આ પ્રદુષીત પાણીના કારણે બિમારીના 4 કેસ નોંધાયા છે.કયા કારણોસર વિસ્તારની સમસ્યા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સમજાતું નથી.આ ને આજ સ્થિતી રહી અને રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની રહેશેω તેવા સવાલ સાથે સમસ્યાનું તાત્કાલીક નિવારણ લાવવા કોર્પોરેટરે સ્થાનીક લોકો વતી માંગણી કરી છે.

40 થી વધુ પરિવારોને મુશ્કેલી

જેવિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ગટરનું પાણી ભળે છે ત્યાં 40 થી વધુ પરિવારો રહે છે.આ અંગે વોટર વર્કસ શાખાને પણ લેખીત મેોખીક અને ટેલીફોનીક જાણ કરી છે,પરંતુ દર વખતે માત્ર થઇ જશે એવા આશ્વાસનજ આપવામાં આવે છે પણ કામ થતું નથી. - મોહનપરમાર, કોર્પોરેટર વોર્ડ નંબર 10

અન્ય સમાચારો પણ છે...