• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વંથલી મદ્રેસાનાં દુષ્કર્મકાંડમાં પિતા પુત્રને ચાર લાખનો દંડ

વંથલી મદ્રેસાનાં દુષ્કર્મકાંડમાં પિતા-પુત્રને ચાર લાખનો દંડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેસ પૂરો થાય પછી ત્રણ જિલ્લામાં પ્રવેશવા હાઇકોર્ટનો હુકમ

વંથલીમદ્રેસાના સૃષ્ટિ વિરૂદ્ધનાં ગુનાના બે આરોપી ટ્રસ્ટીઓ પિતા પુત્રને હાઇકોર્ટે 4 લાખનો દંડ ચૂકવવા હુકમ કર્યો છે. તેમજ 6 માસ સુધી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કર્યા છે.

કેસની વિગત પ્રમાણે, મૂળ માંગરોળનાં અને વંથલી જામિયા તાલીમુલ કુરઆન મદ્રેસાના સંચાલકો ઇશા મુસા કરૂડ અને ઇલ્યાસ ઇશા કરૂડ સામે વંથલી પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 377, 506(2), 323, 114 તથા પોક્સોની કલમ 4,8,12નો ગુનો નોંધાયો છે. મદ્રેસાના છાત્રો સાથે ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરીયાદ નોંધાઇ છે. જામીન અર્થે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે 4 બાળકોનાં 4 લાખ રૂપિયા જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે. પિતા અને પુત્રને કેસ પુરો થાય ત્યાં સુધી જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરવા અને 6 માસ સુધી દર સોમવારે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાનો હુકમ કર્યો છે. ફરીયાદી પક્ષનાં વકીલ વાય.એસ.કરૂડે દલીલ કરતા હાઇકોર્ટે કુલ 8 લાખ રકમ જમા કરાવવાનો હુકમ કર્યો છે.

બન્ને આરોપીઓ સામે સ્ત્રીઓ ઉપર દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાયેલી છે. જેથી ગુનામાં જયાં સુધી સંડોવાયેલા છે ત્યાં સુધી જેલમાંથી બહાર નિકળી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...