• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારોની લંગાર

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારોની લંગાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં 6, કેશોદમાં 14, માંગરોળમાં 5 કોંગીજનોએ દાવેદારી નોંધાવી : કોંગ્રેસની સેન્સની પ્રક્રિયા પૂરી, હવે પ્રદેશ નક્કી કરશે

વિધાનસભાનીચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સોમવારે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની સેન્સ લેવામાં આવી હતી. બે ભાગમાં સેન્સ લેવાઇ હતી. ચૂંટણી લડવા માંગતા કોંગી નેતાઓ સવારથી પોતાનાં સમર્થકો સાથે જૂનાગઢ પહોંચી ગયા હતા. પ્રદેશમાંથી ભીખુભાઇ વારોતરીયા, મારખીભાઇ વશરા, ડો. કિર્તીબેન અગ્રાવત સહિતનાં આવ્યા હતા. અને ચૂંટણી લડવા માંગતા દાવેદારોને સાંભળ્યા હતા. જૂનાગઢ બેઠક પર 6, કેશોદ બેઠક પર 13, માંગરોળ બેઠક પર 5 અને વિસાવદર, માણાવદરમાં ચાલુ ધારાસભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. વિસાવદર અને માણાવદરમાંથી અન્ય કોઇ કોંગી નેતાઓએ દાવેદારી નોંધાવી નહોતી. સેન્સ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રીબડિયા, મનપાનાં વિપક્ષી નેતા કેપ્ટન સતીષ વિરડા, જવાહરભાઇ ચાવડા, કાર્તિક ઠાકર, કેશુ ઓડેદરા સહિતનાં હાજર રહ્યા હતા.

કેશોદ વિધાનસભા

ચંદ્રિકાબેનચુડાસમા, જયેશલાડાણી, લક્ષ્મણ ભરડા, કાના રામ, હરદેવસીંહ રાયજાદા, ધર્મિષ્ઠાબેન કમાણી, અશ્વિન કટારીયા, મયુર ચુડાસમા, રામ નંદાણિયા, મનીષ નંદાણિયા, વજેશ્રીબેન નંદાણિયા, જીવીબેન માવદીયા, જેઠા જોરા.

માંગરોળ વિધાનસભા

રણજીતસીંહખુમાણ, બાબુ વાજા,

વિમલચુડાસમા,

હુસેન જેઠવા,

વાલાખેર.

જૂનાગઢ વિધાનસભા

પાર્થસતીષ વિરડા,

અશોક ભટ્ટ,

ગાંડુ ઠેસીયા,

વિનુ અમીપરા,

રમેશ કોદાવાલા

કઇ બેઠક પરથી કોણે દાવેદારી નોંધાવી ?

માણાવદર વિધાનસભા

જવાહરચાવડા

વિસાવદરવિધાનસભા

હર્ષદરિબડીયા

કેશોદ બેઠક પર બુથ સમિતી વિના દાવેદારી નોંધાવતાં વિરોધ થયો

કોંગ્રેસમાંપ્રદેશની ગાઇડ લાઇન મુજબ જે વ્યક્તિએ બુથ સમિતી જમા કરાવી છે. તેણે ટિકીટ માટે દાવેદારી નોંધાવવાની છે. પરંતુ કેશોદ બેઠક પર કેટલાક કોંગી નેતાઓએ બુથ સમિતી વિના દાવેદારી નોંધાવતા વિરોધ થયો હતો. જોકે, બાદ એવી વ્યક્તિનાં નામો દુર કરવામાં આવ્યા હતા.

દાવેદાર અન્યને બોલવા દેવાતા હોવાની ચર્ચા

જૂનાગઢનીબેઠકને બાદ કરતા અન્ય ચાર બેઠકની સેન્સ જિલ્લા પંચાયત પ્રમુખનાં નિવાસ સ્થાને લેવામાં આવી હતી. દાવેદાર સાથે આવેલા કાર્યકરો ચર્ચાએ વળગ્યા હતાં કે, અંદર દાવેદાર અન્ય કોઇને બોલવા દેતા નથી. મામલે કાર્યકરોમાં રોષ પણ છવાયેલો જોવા મળ્યો હતો.

કોંગ્રેસચાલુ ધારાસભ્યને હટાવવા તૈયાર નથી

સુત્રોમાંથીજાણવા મળતી વિગત મુજબ, કોંગ્રેસ આગામી વિધાન સભાની ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને હટાવવા તૈયાર નથી. તેમજ યુવા અને મહિલાઓને વધુ ટિકીટ આપે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસે વખતે વ્હેલી દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી તેની પાછળ ક્યું ગણિત કામ કરે છે અને ક્યા પ્રકારની વ્યૂહરચના છે તેના તરફ સહુની મિટ મંડાઇ રહી છે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થઇ ગયા બાદ સેન્સની પ્રક્રિયા થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...