• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ધાર્મિક| ચૈત્રી નવરાત્રિ શરૂ : એકમનાં ક્ષયમાં માતાનાં અનુષ્ઠાનનું મહત્વ હોય છે

ધાર્મિક| ચૈત્રી નવરાત્રિ શરૂ : એકમનાં ક્ષયમાં માતાનાં અનુષ્ઠાનનું મહત્વ હોય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્રીનવરાત્રિઅે માતાની આરાધનાનું અનેેરૂ મહત્વ હોય છે. ગુડી પડવાનાં દિવસે સવારે 9:30 વાગ્યાની આસપાસ ઘટસ્થાપન કરવાનું શ્રેષ્ઠ મૂર્હુત છે.

ચૈત્રી નવરાત્રિનાં દિવસોમાં માતાની આરાધના, અનુષ્ઠાન અને ઉપવાસ થાય છે. નવરાત્રિનાં દિવસોમાં ચંડીપાઠ કરી ઓખાહરણ વંચાય છે. શક્તિપીઠોમાં પાવાગઢ, બહુચરાજી, અંબાજી, તુળજાભવાની વગેરે જગ્યાએ નવરાત્રિની ઉજવણી કરાય છે. ગુડી પડવાનાં દિવસે લીમડાનો રસ પીવાનો અને પાન ખાવાનો મહિમા છે. દિવસે સૂર્યની પૂજા દ્વારા ઊર્જા-પ્રકાશ મેળવીને શરીરને સુદ્રઢ અને તંદુરસ્ત બનાવાય છે. મંગળવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ ચોઘડીયા પ્રમાણે ઘટસ્થાપન કરવાનું શ્રેષ્ઠ મૂર્હુત છે. નવરાત્રિની નોમનાં રામનો જન્મ થયો હતો. તેમજ ભગવાન રામ-રાવણનું યુદ્ધ પણ દિવસોમાં થયું હતું. ચૈત્રી નવરાત્રિમાં રાસ ગરબા કરતા અનુષ્ઠાનનું મહત્વ વધારે હોવાથી શ્રદ્ધાળુઅો અનુષ્ઠાન કરશે.

ચૈત્રી નવરાત્રિમાં અનુષ્ઠાનનું વિશેષ ફળ મળે

ચૈત્રીનવરાત્રિમાં અનુષ્ઠાન કરવાથી વિશેષ કૃપા મળે છે. તેમજ મંગળવારને માતાનાં વાર તરીકે ઓળખાય છે. શુભ દિવસે એકમનો ક્ષય થતો હોવાથી શુભ પ્રારંભ છે. -દિપકભાઇ ગોર, શાસ્ત્રી

બે વર્ષથી પડવાની ક્ષય તિથી

છેલ્લાબે વર્ષથી ક્ષય તિથી પડવાને બદલે અમાસથી થાય છે. જેનાં કારણે નવરાત્રિની સાચી તિથીમાં મુઝવણ થાય છે. ચાલુ વર્ષે નવમી તિથીએ પુષ્ય નક્ષત્રનો યોગ સર્જાયો છે.

આજે 9:30 વાગ્યે ઘટસ્થાપનનું મૂહૂર્ત

અન્ય સમાચારો પણ છે...