• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનું કહી પ્રૌઢને માર માર્યો

જૂનાગઢમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનું કહી પ્રૌઢને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાભાટીયા ધર્મશાળા નજીક રહેતા પ્રોઢ પર એક શખ્સે તેના પર કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે પ્રોઢે ફરિયાદ પાછી ખેચવાની ના પાડતા શખ્સે પ્રોઢને માર માર્યો હતો.

જૂનાગઢના ભાટીયા ધર્મશાળા વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઇ સોેભાગ્યચંદ્ર ખીલોસીયાની દિકરીને ફારૂક ઇબ્રાહિમ મેમણનો દિકરો સોહિલ ભગાડી ગયો હતો જે મુદ્દે પ્રોઢે પોલીસ ફરિયાદ કરી હતી. બાબતે શખ્સ જિગ્નેશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. અને પોલીસ ફરિયાદ પાછી ખેંચાવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ પાછી નહિ ખેચવાનું કહેતા ફારૂકે પ્રોઢને માર મારી ઇજા પહોંચાડી હોવાની અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...