તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં 400 છાત્રોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનામયારામદાસજી આશ્રમ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 18 માં સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેનું ઉદ્ધાટન મેયર જીતુભાઇ હિરપરા તેમજ ગુજરાત રાજ્યના અન્ન પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ દિપ પ્રગ્ટાવીને કર્યુ હતું. કાર્યક્રમમાં જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે,હકારાત્મક કાર્ય કરો. નાનું સત્કર્મ જીવનમાં ઉંચાઇએ લઇ જાય છે ઉત્તમ વિચાર ઉત્તમ સમાજનું નિર્માણ કરે છે તેમજ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.આ સન્માન સમારોહમાં ધો.8 થી 12 ના કુલ 400 વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી 40 વસ્તુઓ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં તેમજ 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિએામાં દુનિયાભરના 30 સંશોધકો ફ્રાન્સની ગ્રેડ નોબલ (આઇ.એલ.એલ) સંસ્થા દ્વારા પસંદગી પામનાર ડો.તેજસ એમ.ટાંકનું સન્માન કરવામાં આવ્યું હતું. તકે એસપી જાજડીયા,અભીરામદાસજી બાપુ,જ્યોતિબેન વાછાણી,બટુક બાપુ,પ્રદિપભાઇ ખીમાણી,કે.ડી.પંડ્યા,ચુનિભાઇ લોઢીયા,ભરતભાઇ વાંક,વિમલભાઇ આડતીયા સહિતના હાજર રહ્યાં હતાં. તેમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...