તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળાનાં શિક્ષકને રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષકનું કર્યુ સન્માન

ગાંધીનગરખાતે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમીતે ભેંસાણ તાલુકાનાં બરવાળાની શાળાનાં શિક્ષકને રાજ્યપાલનાં હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ વેબસાઇટથી ડીજીટલ શિક્ષણની રાહ ચિંધી હતી.

ભેંસાણ તાલુકાનાં બરવાળા ગામની માધ્યમિક શાળામાં ફરજ બજાવતા બલદેવપરી ગોસાઇનું શિક્ષક દિવસ નિમીતે રાજ્યપાલ ઓ.પી.કોહલીનાં હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે શિક્ષણને લગતી વેબસાઇટમાં વિદ્યાર્થીઓને સસ્તુ અને સરળ શિક્ષણ મળી રહે તેવા હેતુસર બનાવી હતી. વિ‌દ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ ડીજીટલ ઇન્ડીયા બાબતે પણ ધ્યાન દોર્યુ હતું. વેબસાઇટ www.baldevpari.com પર સ્પર્ધાત્મક પરીક્ષા, અંગ્રેજી, ગણિત, જનરલ નોલેજ, ક્વિઝ સહિતની બાબતોએ ધ્યાન દોર્યુ હતું. જે કાર્ય માટે અમદાવાદ ખાતે તેમને વર્કશલોપ માટે પણ બોલાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...