તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાં 31 કેદીઓની અક્ષરજ્ઞાનની પરીક્ષા લેવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિરંતર શિક્ષણ,સર્વશિક્ષા અભિયાન અંતર્ગત થયું આયોજન

જૂનાગઢજિલ્લા જેલમાં આજે નિરંતર શિક્ષણ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત જેલના ઇન્સપેક્ટર જનરલની સુચનાથી અક્ષરજ્ઞાન અંગેની પરિક્ષા યોજાઇ હતી. જેમા 31 કેદીઓએ પરીક્ષા આપી હતી.

જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓના પુન:વસનની અનેક પ્રવૃતિઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે આજ રોજ ગુજરાત જેલોના ઇન્સપેક્ટર જનરલની સુચનાથી ઇન્ચાર્જ જેલ અધીક્ષક એસ.આઇ.વોરા,જેલર એચ.આર.રાઠોડના માર્ગદર્શનમાં નિરંતર શિક્ષણ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અક્ષરજ્ઞાન કસોટીનું આયોજન કરાયું હતુ. 31 કેદીઓએ પરીક્ષા આપી હતી. કસોટીમાં પાસ થનાર કેદીઓને આગામી સમયમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીના સીઅેફઅેફ કોર્સ તેમજ ડીપીપી કોર્સમાં માટે અરજી મોકલાશે. જ્યારે અન્ય કેદીઓને અક્ષરજ્ઞાન તેમજ કોર્સ માટે સક્ષમ બનાવવા શિક્ષણ અપાશે. તેમ જેલર એચ.આર. રાઠોડે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો