તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માંગરોળમાં ચાલતા દેહ વ્યાપારનો ગોરખ ધંધો ખુલ્લો પડ્યો,રાજ્યવ્યાપી નેટવર્ક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાં ચાલતા દેહ વ્યાપારનો ગોરખ ધંધો ખુલ્લો પડ્યો,રાજ્યવ્યાપી નેટવર્ક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
6 શકમંદોની પણ પુછપરછ, પ્રથમદિવસે સગીરાને 5 વ્યક્તિને વેચી હતી

બાંગ્લાદેશી સગીરાના દેહનો સોદો કરનાર મહિલા, અમદાવાદનાં દલાલ સહિત 3 ઝબ્બે

બાંગ્લાદેશીસગીરાને માંગરોળમાં લાવી દેહ વ્યાપારનો ધંધો કરાવાની ઘટનામાં પોલીસે ધંધો ચલાવનાર મહિલા દલાલ,અને બે સપ્લાયર્સ મળી ત્રણ લોકોને ઝડપી લીધા હતા. સગીરા સાથે દુષ્કર્મ કરનાર 6 શકમંદ શખ્સોને પણ પોલીસે ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે.સગીરાને બાંગ્લાદેશથી ભારત,ત્યાંથી મુંબઇ અને અમદાવાદ સુધી લાવનાર શખ્સોને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી આગળની કવાયત હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના બસ સ્ટેન્ડથી મળી આવેલી સગીરાને માંગરોળ પોલીસે પ્રથમ જૂનાગઢ શીશુમંગલ સંસ્થામાં મોકલી આપી હતી. શીશુમંગલના સ્ટાફે દુભાષીયાની મદદથી સગીરાની પુછપરછ કરતા સગીરા મુળ બાંગ્લાદેશની હોવાનું અને માંગરોળની મહિલા વર્ષા નિતિન લોહાણા દેહ વ્યાપારનો ગોરખધંધો કરાવતી હોવાનું અને માંગરોળના 6 શખ્સે તેના પર દુષ્કર્મ થયાનું જણાવ્યું હતુ.સમગ્ર ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને લઇ એસપી નિલેશ જાજડીયાએ તપાસ તુરંત એલસીબી પીઆઇ એન.કે વ્યાસને સોપી હતી.એલસીબી,એસઅોજીપીઆઇ ડી.બી.બારડ,મહિલા પીએસઆઇ કે.અે.જાડેજા,માંગરોળ પીએસઆઇ જે.આર.કરોતરા વગેરેએ અલગ અલગ ટીમ બનાવી દલાલ વર્ષા નિતિન લોહાણા,અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા.આ ઉપરાંત દુષ્કર્મ કરનાર 6 શકમંદોને ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે.

ગોરખધંધામાંથી મળેલા રૂપિયાનું તમામને કમિશન મળતું

ગોરખધંધામાંસંકળાયેલા તમામ લોકો સગીરાને દેહ વ્યાપાર માટે મોકલતા અને તમામનું કામદીઠ અમુક ટકા લેખે કમિશન બાંધેલુ હતુ. તસ્વીર: મેહુલ ચોટલીયા

બનાવને લઇ પોલીસે દિવસ રાત એક કરી

માંગરોળનીચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા એલસીબી,એસઓજી,માંગરોળ પોલીસે દિવસ રાત એક કરી છે. અલગ અલગ ટીમ સતત બેથી ત્રણ દિવસ સુધી તપાસ ચલાવી રહી છે.

24થી વધુ સગીરા ગોરખધંધામાં ફસાયી હોવાની શંકા

માંગરોળતથા રાજ્યના અન્ય જિલ્લામાં 24થી વધુ બાંગ્લાદેશી સગીરા ગોરખધંધામાં ફસાઇ હોવાની પણ પોલીસને દ્રઢ શંકા છે. પોલીસ ઘટનામાં તમામ સ્થળે પહોંચવા માંગી રહી છે.

દેહ વ્યાપાર માટે આવી હોવાની સગીરાને જાણ હતી.

જેપણ લોકો સગીરાને બાંગ્લાદેશથી ઘરકામ અથવા અન્ય કોઇ બહાનાથી ભારતમાં લાવવામાં આવી હોય અને સગીરાને આવા ગોરખધંધામાં ધકેલાવાના હોવાની જાણ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સગીરાને અંધારામાં રાખી ભારતમાં લાવવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

સગીરાના કપડા, સ્થળ પરથી મળેલી ચીજો FSLમાં મોકલાઇ

સગીરાપર કેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું છે,તેની સાથે બળજબરી કરી છે કે કેમ વગેરે અંગે માહિતી મેળવવા સગીરાના કપડા,દુષ્કર્મની જગ્યા પરથી મળી આવેલી શંકાસ્પદ ચીજને એફએસએલમાં મોકલી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો