તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાવડા ગામે સાથણીની જમીનનો મામલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલી તાલુકા ભાજપ મહામંત્રી સહિત 18 સામે ફરીયાદ નોંધાઇ

વંથલીતાલુકાનાં નાવડા ગામે 47 દલિતોને સાથણીની જમીન મળી હતી. જમીનમાંથી ગાંડા અને દેશી બાવળ કાઢતા હતાં. ત્યારે વંથલી તાલુકા ભાજપ મહામંત્રી, નાવડાનાં સરંપચનાં પતિ સહિતનાં લોકોએ તેને અટકાવ્યા હતાં. મુદે દલિતો વંથલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને ફરીયાદ નોંધવાની માંગ કરી હતી.પરંતુ પોલીસ ફરીયાદ નોંધવામાં ઢીલ કરતી હોય દલિતોએ અર્ધનગ્ન હાલતમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. દલિતોનાં હલ્લાબોલનાં પગલે પોલીસે મોડી રાત્રે ફરીયાદ નોંધી હતી. નાવડા પૂર્વ સરપંચ રમેશભાઇ રામજીભાઇ વાણવીએ વંથલી તાલુકા ભાજપનાં મહામંત્રી પ્રવિણભાઇ નાનજીભાઇ સાંગાણી, નાવડાનાં સરપંચનાં પતિ વિઠ્ઠલભાઇ જાવિયા, દાનાભાઇ ભારાઇ સહિત 18 સામે દલિતોને જમીનનાં હક્કોથી વંચિત રાખવા મુદે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો