તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગ્રામ્ય બેરોજગારી દૂર કરવા માટેનું ઉત્તમ સાધન પશુપાલન વ્યવસાય

ગ્રામ્ય બેરોજગારી દૂર કરવા માટેનું ઉત્તમ સાધન પશુપાલન વ્યવસાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

ભેસાણમાંખાનગી ડેરી દ્વારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત જાગૃતિ શિબિરનું અાયોજન કરાયું હતું. શિબિરમાં ડો. વસંત કાલરીયાએ જણાવ્યું હતું.કે એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે યુવાનો તેમના વારસાગત પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા રહી આજીવિકા મેળવે અને ઘેર બેઠા આવક મેળવી શકે છે. પશુપાલનનો વ્યવસાય નફાકારક વ્યવસાય છે. ત્યારે ક્ષેત્રમાં રોજગારી મેળવવા વધુને વધુ યુવાનો આગળ અાવે તે જરૂરી છે. તકે રજનીશ બુટાણી તથા હાર્દિક જોષીએ સુંદર દ્રષ્ટાંતો આપી સ્વચ્છ દુધ ઉત્પાદન કેમ કરવું તે અંગે માહિતી આપી હતી. ઉપરાંત યુવાનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી રોજગારી મળવવા આહવાન કરાયું હતું. તકે ભેસાણના ઉમરાળી, મેંદપરા,જુની ધારી ગુંદાણી,નવી ધારી ગુંદાણી,ખજુરી હડમતીયા, ખંભાળિયા સહિતના અાસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પશુ પાલન વ્યવસાયને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઓછા રોકાણમાં વધુ કમાણી પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...