તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં પત્નીનું બાઇક પતિએ જાણ વગર વેચી નાખ્યું

જૂનાગઢમાં પત્નીનું બાઇક પતિએ જાણ વગર વેચી નાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંપતી વચ્ચે અણબનાવ થતા પત્ની પીયર ગઇ અને પતિએ છેતરપિંડી કરી

જૂનાગઢમાંરહેતા એક દંપતિ વચ્ચે અણબનાવ બનતા પત્ની પિયરે જતી રહ્યા બાદ પતિએ પત્નીને જાણ કર્યા વિના તેનું બાઇક અન્ય કોઇ શખ્સને વેચી નાખી પત્ની સાથે છેતરપીંડી કરી હતી. વેરાવળના ડાભોરના વતની અને માળિયામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કાજલબેન નંદલાલભાઇ લાખાણીના જૂનાગઢમાં રહેતા નિરવ વિનોદચંદ્ર અભાણી સાથે લગ્ન થયા હતા.લગ્ન બાદ દંપતી વચ્ચે અણબનાવ થતા કાજલબેન તેના પિયર વેરાવળ જતા રહ્યા હતા. ત્યારે પાછળથી પતિ નિરવભાઇએ કાજલબેનનું જીજે 11 એએન 8737 નંબરનું બાઇકની આરસીબુક,વીમાપોલીસબુકના આધારે ટ્રાન્સફર સર્ટીમાં ખોટી સહિઅો કરી બાઇક અન્ય કોઇ શખ્સને વેચી નાખી છેતરપિંડી કરી હતી. કાજલબેને તેનું બાઇક અા શખ્સ પાસે જોતા તે અંગે આરટીઅોમાં તપાસ કરતા બાઇક તેના પતીઅે વહેચી નાખી હોવાની જાણ થતાં કાજલબેને પતિ નિરવ અભાણી સામે સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...