તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોર્ટ પાસે દુષ્કર્મનાં આરોપીએ ડીફોલ્ટ જામીનની માંગણી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટ પાસે દુષ્કર્મનાં આરોપીએ ડીફોલ્ટ જામીનની માંગણી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંગેડાઅગર રોડ પાસે રહેતા આરોપી સામે સગીરા પર દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. જેમાં અારોપીએ 60 દિવસમાં ચાર્જશીટ દાખલ થતાં ડીફોલ્ટ જામીન માંગ્યા હતા, સરકારી વકીલે ગુના મુજબ 90 દિવસમાં ચાર્જશીટ થાય તેવી દલીલ કરતા ડીફોલ્ટ જામીન નામંજુર થયા છે.

કેસની વિગત મુજબ, જૂનાગઢનાં ગેડાઅગર રોડ પાસે રહેતા વિજય ઉર્ફે જીગો બાબુભાઇ વાળા સામે પોક્સો એક્ટની કલમ- 4,8 અને 12 તેમજ આઇપીસીની કલમ 354(બી), 376, 511, 323, 506(2) મુજબનો ગુનો તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સગીરા સાથે દુષ્કર્મનાં કેસમાં આરોપી સામે ફરીયાદ થઇ છે. આરોપીનાં વકીલે કોર્ટમાં ડીફોલ્ટ જામીન માંગી 10 વર્ષની સજા મુજબ 60 દિવસમાં ચાર્જશીટ દાખલ થાય તેમ જણાવ્યું હતું. સામે પક્ષે સરકારી વકીલ એન.કે.પુરોહિતે દલીલ કરી હતી કે, આજીવન સજાની જોગવાઇમાં 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. દલીલ બાદ અેડીશ્નલ સેશન્સ જજ આર.ડી.પટેલે ડીફોલ્ટ અરજી નામંજુર કરતો હુકમ આપ્યો છે. આમ કોર્ટે દુષ્કર્મનાં આરોપીની અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો