તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોએ પુલ મુદે ચૂંટણીનો બહિષ્કાર કર્યો \'તો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસામાં પુલ ઉપર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું

ચોકી ગામે ઉબેણ નદી ઉપર 3 કરોડનાં ખર્ચે નવો પુલ બનશે

જૂનાગઢનજીકનાં ચોકી ગામ પાસે ઉબેણ નદી પર પુલ આવેલો છે. ચોમાસામાં પુલ ઉપર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બની જતું હતું. અંગે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હતી.છતા ઉકેલ આવ્યો હતો. ત્યારે ગત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી બાદ લોકોએ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને રજૂઆત કરી હતી. ધારાસભ્યે તંત્રનું ધ્યાન દોર્યુ હતું. તંત્રએ કોઇ કાર્યવાહી કરતા ધારાસભ્યે મુદો વિધાન સભામાં ઉઠાવ્યો હતો. છેલ્લા બે વર્ષથી વિધાન સભામાં રજૂઆત કરી રહ્યાં હતાં. ધારાસભ્યની રજુઆતને લઇ સરકારે પુલ બનાવવા માટે રૂપિયા 3 કરોડ મંજૂર કરી દીધા છે. હવે નવો પુલ બનશે. ટુંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા પુર્ણ કરી કામ ચાલુ કરવામાં આવશે. ચોકી ગામ પાસે પુલ બની ગયા બાદ ચોમાસામાં ગામ્રજનોને મુશકેલી પડશે નહી. ત્રણ કરોડનાં ખર્ચે નવો પુલ બનતાં ગ્રામજનોને વાહન વ્યવહારમાં સવલત પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો