તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • આજે વિશ્વ ચકલી દિવસ, જૂનાગઢની ગૃહિણીએ બતાવ્યો અનોખો ચકલી પ્રેમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ ચકલી દિવસ, જૂનાગઢની ગૃહિણીએ બતાવ્યો અનોખો ચકલી પ્રેમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા ત્રણ વર્ષમાં 800થી વધુ ચકલી ઘરનું નિ:શુલ્ક લોકોને વિતરણ કરાયું છે

આઇસ્ક્રીમ વેસ્ટના ખાેખામાંથી ઇનોવેટીવ ચકલી ઘર બનાવ્યાં, હવે વિનામુલ્યે આપશે

આપણેત્યાં ચકલીની વિવિધ જાતેા જોવા મળે છે ત્યારે આજે ચકલીની અમુક જાતો લુપ્ત થતી જોવા મળે છે. ચકલી પ્રેમીઓ માટે ચિંતાજનક પ્રશ્ન છે. ત્યારે દર વર્ષે 20 માર્ચના વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચકલીની સંખ્યામાં વધારેા કરવા માટે કોઇ વિચારતું નથી ત્યારે જૂનાગઢનાં ગૃહિણી ગીતાબેન રામભાઇ ભૂતિયાએ એક અનોખો ચકલીપ્રેમ બતાવ્યો છે. ગૃહિણીઓ નવરાશના સમયમાં પાડોશી સાથે વાતો કરવાનું કે ઘરમાં બેસીને ટીવી જોવાનું પસંદ કરતાં હોય છે ત્યારે ગીતાબેને વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને ચકલી ધર બનાવ્યાં છે. જેમાં તેઓએ આઇસ્ક્રીમના ખોખા પર કાપડનાં ટુકડા, લેસ પટ્ટી , તૂઇ જેવી વિવિધ વસ્તુનો ઉપયોગ કરીને ચકલી ઘર બનાવ્યાં છે. ગીતાબેને છેલ્લા ત્રણ વર્ષમાં 800થી વધુ ચકલી ઘરનું વિતરણ કર્યું છે. રીતે ગીતાબેને અનેક ચકલી પ્રેમીઓેને પ્રેરણા પૂરી પાડી છે.

સેવા અનેે શોખ માટે પ્રકારનું કામ કરું છું

જ્યારે હું ચકલા ઘર બનાવું ત્યારે અન્ય લોકેા કહેતા હોય છે કે તમે ગાંડા બની જશો પરંતુ તેઓને હું કહું છું કે મને શોખ છે. માત્ર ઘરમાં ચકલીના માળા રાખવા પરંતુ તેની વ્યવસ્થિત રીતે સાચવણી કરવી. હાલ મારા ઘરમાં 8 થી વધુ ચકલી ઘર છે અને તેમાં 10 જેટલી ચકલીઓ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો