તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • રીતરીવાજ માટે જામીન આપો, પતિ સસરાનાં જામીન નામંજુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીતરીવાજ માટે જામીન આપો, પતિ-સસરાનાં જામીન નામંજુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પરિણીતાને સળગાવી નાંખવાનાં આરોપનાં કેસમાં

આરોપીની બહેનને ત્યાં પુત્રીનું જન્મ થતાં જામીન માંગ્યાં હતાં

કેશોદનાંસોંદરડા ગામે પરિણીતાને સળગાવી નાંખવાનાં અારોપમાં પતિ અને સસરા સહિતનાં આરોપીને જેલભેગા કરાયા છે. જેમાં આરોપીની બહેન અને પુત્રીને ત્યાં પુત્રીનો જન્મ થતાં રીતરીવાજ માટે જામીન માંગ્યા હતા. કોર્ટે નામંજુર કરી ભયંકર ગુનામાં જામીન મળે તેવો ચૂકાદો આપ્યો છે.

કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે રહેતા ભરત કારા ધોળીયા, કારા હમીરભાઇ ધોળીયા સામે આઇપીસી કલમ 498(ક), 302, 114નાં ગુના અન્વયે ફરીયાદ નોંધાઇ છે. બંને આરોપીઓ પરિણીતાનાં પતિ અને સસરા થાય છે. આરોપીઓએ મેણા ટોણા મારી પરિણીતાને સળગાવી મૃત્યુ નિપજાવ્યાનો આરોપ લાગ્યો છે. આરોપીનાં વકીલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી કે, આરોપીની બહેન અને પુત્રીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. રીતરીવાજ માટે અરજદારોની હાજરીની જરૂર છે. સરકારી વકીલ એન.કે.પુરોહિતે દલીલ કરી હતી કે, અધમ કૃત્ય કર્યુ છે. બંને પક્ષકારોની દલીલ બાદ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.ટી.સોનીએ અરજી નામંજુરનો હુકમ કર્યો છે. તેમજ પરિણીતાનાં મરણોન્મુખ નિવેદનમાં આરોપીઓ સંડોવાયેલા છે. ગંભીર ગુનામાં જામીન મળે તેવો ચૂકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો