તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાનાં વનરક્ષકની શારીરિક કસોટી જૂનાગઢમાં લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાનાં વનરક્ષકની શારીરિક કસોટી જૂનાગઢમાં લેવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શારીિરક કસોટી 25મી માર્ચે યોજાશે

વનરક્ષકનીલેખિત પરીક્ષા પાસ ઉમેદવારોની બીજા તબક્કાની શારીરિક કસોટી જૂનાગઢ ખાતે લેવાશે. તા. 25મી માર્ચે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર પંથકનાં ઉમેદવારો કસોટી આપશે.

વનખાતાની વનરક્ષક સંવર્ગ-3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરતી થવા લેખિત પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હોય તે પૈકી શારીરિક ક્ષમતા કસોટીનાં બીજા તબક્કામાં યોગ્ય લાયકાત ધરાવતાં અરજદારોની શારીરિક ક્ષમતા કસોટીનો બીજો તબક્કો શરૂ થશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનની પરીક્ષા લેવાશે. સૌરાષ્ટ્ર ઝોનની પરીક્ષા તા. 25મી માર્ચથી જૂનાગઢનાં બીલખા રોડ ખાતેનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લેવાશે. સવારે 5 વાગ્યાથી 10 સુધી ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધામાં દોડવાનું રહેશે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીનાં ઉમેદવારો દોડશે. જૂનાગઢ ખાતેનાં ગ્રાઉન્ડમાં પોલીસની તેમજ વનરક્ષકની શારીરિક કસોટી લેવામાં આવે છે.

ઉમેદવારોએ 25 માર્ચ સુધીમાં કોલલેટર કાઢી નિયત કરેલા સ્થળ પર પહોંચી જવાનું રહેશે. ઓજસ નામની વેબસાઇટમાં 15 માર્ચનાં અપલોડ કરી દેવાયા છે.

રાજ્યમાં અલગ અલગ તારીખે કસોટી

ઉત્તરગુજરાત ઝોનમાં 18 માર્ચ, મધ્ય ગુજરાત ઝોનમાં 20 માર્ચ, દક્ષિણ ગુજરાત ઝોનમાં 22 માર્ચ અને સૌરાષ્ટ્ર ઝોનની પરીક્ષા 25 માર્ચનાં શારીરિક કસોટી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો