તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ખામધ્રોળ રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ થતી નથી ને મધુરમમાં ચાલુ થતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખામધ્રોળ રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ થતી નથી ને મધુરમમાં ચાલુ થતી નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એલઇડી સ્ટ્રીટલાઇટ નાંખ્યાં બાદ તંત્ર પાછું વાળીને પણ જોતી નથી

જૂનાગઢમાંકોર્પોરેશન દ્વારા ખામધ્રોળ વિસ્તારના હેમાવન સોસાયટીમાં નાખેલી એક સ્ટ્રીટલાઇટ જે દિવસથી ફીટ કરી છે. ત્યારથી રાત હોય કે દિવસ ક્યારે પણ બંધ થઇ નથી તો મધુરમ વિસ્તારના શ્રીનગર સોસાયટીમાં ફીટ કરેલી કેટલીય સ્ટ્રીટલાઇટ જ્યારથી મુકવામાં આવી છે. ત્યારથી શરૂ થઇ નથી ખરેખર કોર્પેોરેશનની કેવી વીજબચત છે તે એક પ્રશ્ન છે. જૂનાગઢ શહેરમાં વીજબચત થાય તેવા હેતુંથી કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં ટ્યુબલાઇટ કાઢી એલઇડી સ્ટ્રીટ લાઇટ ફીટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે જે સ્થળે સ્ટ્રીટલાઇટ નાખી દેવાઇ છે. ત્યાં સમયસર ચાલે છે કે કેમ તેની ચકાસણી પણ થતી નથી શહેરના ખામધ્રોળ વિસ્તારની હેમાવન સોસાયટીમાં નંખાયેલી સ્ટ્રીટલાઇટ દિવસ રાત ચાલુ રહે છે. તો મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં જે નાખેલી સ્ટ્રીટલાઇટ આજ દિન સુધી ચાલુ થઇ નથી. શહેરમાં લોકોને સુવિધા આપવાની મોટી મોટી વાતો કરતા સત્તાધીશો,અને અધિકારીઓ ક્યારેક શહેરના જરૂરિયાત વાળા વોર્ડની મુલાકાત લે તો ખરેખર સ્થિતિની જાણકારી મળે

તંત્રની બલીહારી ધોળા દિવસે ચાલુ સ્ટ્રીટ લાઇટ. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો