તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગરમીના પારો ઉચકાતા ટોપી અને ચશ્માનું વેચાણ વધ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીના પારો ઉચકાતા ટોપી અને ચશ્માનું વેચાણ વધ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંધીમેધીમે ગરમીનો પારો ઉંચકાય રહ્યો છે. બપોરનાં સમયે અંગ દઝાડે તેવો તડકો પડવાનો શરૂ થતાં લોકો બપોરનાં સમયે ઘરમાં પુરાયને રહેવા માંડ્યા છે. ઉપરાંત બપોરનાં સમયે બહાર નિકળવા ટોપી અને ચશ્માનો સહારો લેતા થયા છે, જેનાં કારણે ચશ્મા અને ટોપીનું વેંચાણ વધ્યું છે.

માર્ચ મહિનાની શરૂઆતથી ગરમી પડી રહી છે. ધીમે ધીમે તાપમાન 30થી 35 ડિગ્રી આસપાસ પહોંચી રહ્યું છે, જેનાં કારણે બપોરનાં સમયે અંગ દઝાડે તેવો તડકો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સરેરાશ તાપમાન 35 ડિગ્રીથી વધારે છે, જેનાં કારણે લોકો ઘરમાં પુરાઇને રહે છે. જરૂર પડ્યે બહાર નિકળવું પડે તો તડકાથી બચવા ટોપી અને ચશ્માનો સહારો લઇ રહ્યા છે. શહેરમાં હાલ ટોપી અને ચશ્માનું વેંચાણ વધ્યું છે. હાલ બજારમાં રૂપિયા 70થી માંડી 150 સુધીની અવનવી ડીઝાઇનની ટોપીઅો તેમજ 50થી 600 રૂપિયા સુધીનાં ચશ્મા વેચાણમાં ધૂમ મચાવે છે. શહેરમાં 150થી વધારે દુકાન અને સ્ટોલમાં વેંચાણ થતું જોવા મળે છે.

ગરમી વધતા બપોરે લોકોમાં પુરાઇ રહે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો