તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલખામાં ભાગવત સપ્તાહમાં 150 ગામના લોકો જોડાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંત સંમેલન, સંતવાણી,ભંડારો યોજાશે

બિલખાગામે ભકત ચેલૈયા ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ, સંત સંમેલન,સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાનાર છે. 150 ગામના લોકો ભાગવત કથાનું રસપાન કરશે. 20 થી 25 માર્ચ દરમિયાન દરરોજ સંતવાણીના કાર્યક્રમ રજૂ થશે જેમાં ગુજરાતભરના સંતવાણીના કલાકારો સાહિત્યની રસ લહાણી પીરસશે.કથા શ્રવણ માટે આવતા ભકતો માટે દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

આતકે મંત્રી જયેશ રાદડીયા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુ ધ્રૃવ,જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા,વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા,જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશ, કમિશ્નર વી.જે. રાજપુત,પ્વિત્ર યાત્રધામ વિકાસ બોર્ડના ડિરેકટર યોગી પઢિયાર તેમજ સૌરાષ્ટ્રભરની ધાર્મિક જગ્યાના સંતો મહંતોની ઉપસ્થિતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો