તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • દર વર્ષે છૂટાછેડા લેવાનાં નિર્ણયમાં 5 ટકા દંપતીનો વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર વર્ષે છૂટાછેડા લેવાનાં નિર્ણયમાં 5 ટકા દંપતીનો વધારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતાનનાં કારણે પુન: દામ્પત્ય માણે : કુંટુંબ સલાહ કેન્દ્ર સમાધાન કરાવી ભૂતકાળ ભૂલાવે

75% દંપતી લગ્નેત્તર સંબંધતી છૂટા પડે

જૂનાગઢનીશીશુમંગલ સંસ્થામાં ચાલતા કુટુંબ સલાહ કેન્દ્રમાં છુટા થતાં દંપતિઓમાંથી કોઇ એક પક્ષ સમાધાન, સલાહ કે સુચન માટે અરજી કરે છે. દર વર્ષે 5 ટકા દંપતિઓ છૂટા થવાનો નિર્ણય કરે છે. જેમાં સૌથી વધુ લગ્નોત્તર સંબંધ દંપતિને છૂટા પાડે છે. અંદાજિત 75 ટકાથી વધુ કેસમાં સ્ત્રી કે પુરૂષ લગ્ન બહારનાં સંબંધ રાખે છે. સંતાનનાં ભવિષ્યને ખાતર એકથી બે વર્ષ સુધીનાં સમાધાનનાં પ્રયાસો બાદ ભૂતકાળ ભૂલી પુન: દામ્પત્ય જીવન જીવવા માની જાય છે. ત્યારબાદનાં કિસ્સામાં માતા-પિતાની દખલગીરી, વ્યસન કરવું, પર્સનાલિટી પ્રોબ્લેમ, આર્થિક સ્થિતિ, સાસુ-વહુનાં ઝઘડા, ઘરેલું હિંસા જેવા કિસ્સાઓ આવતા હોય છે.

સ્ત્રી કે પુરૂષ પક્ષ અભ્યાસ પૂર્ણ થતાની સાથે લગ્નગ્રંથીથી જોડાતા હોય છે. જેનાં કારણે નાની નાની બાબતોએ છૂટાછેડા લેવાનાં નિર્ણયો લેવાતા હોય છે. મોટાભાગે 25થી 35 વર્ષની ઉંમરે છૂટા થવાનાં નિર્ણયો લેવાય છે.

સંતાનને ખાતર વિચારોમાં પરિવર્તન લાવે છે ?

કુટુંબસલાહ કેન્દ્રમાં છૂટા થવાનો નિર્ણય કરતા પરિવારોમાં સંતાનને કારણે વિચારોમાં પરિવર્તન લાવી કુટેવો છોડે છે. કેમકે કોઇ એક પક્ષ પાસે સંતાન ઉછરે યોગ્ય નથી. -નિર્મળાબેન વાછાણી, કાઉન્સેલર

એક વર્ષનાં કેસોનો અભ્યાસ

કુટુંબસલાહ કેન્દ્રમાં અેક વર્ષમાં 284 કેસમાંથી 220 કેસનો નિકાલ થયો છે. બે કાઉન્સેલરમાં ભાવીન અપારનાથી અને નિર્મળાબેન વાછાણી તેમજ 11 કારોબારી સભ્યો દ્વારા કેસનો અભ્યાસ કરી નિકાલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો