તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને પાણી પહોંચાડાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને પાણી પહોંચાડાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વન વિભાગ દ્વારા 200 પૈકી માત્ર 53 કૃત્રિમ તળાવમાં પાણી ભરવામાં આવ્યું

ગીરજંગલમાં પ્રથમવાર 60થી વધુ કૃત્રિમ તળાવમાં સોલાર સિસ્ટમથી રીચાર્જ કરાશે

ગીરજંગલમાંઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે જરૂરી છે.દર વર્ષે વન વિભાગ દ્વારા કૃત્રિમ તળાવ અને કુદરતી પાણીના સ્રોતમાં જરૂર પડ્યે રિચાર્જ કરાતા હોય છે. જોકે એવી પણ ફરિયાદ ઉઠી રહી છે કે ચાલુ વર્ષે ઉનાળો શરૂ થઇ ગયો હોવા છતાં પ્રાણીઓ માટે પીવાના પાણીની કોઇ સુવિધા કરવામાં આવી નથી.જોકે વન વિભાગ દ્વારા અગાઉથી આયોજન કરાયું હોવાનું જણાવાયુ઼ છે. હાલ ગીર જંગલમાં 200 જેટલા કૃત્રિમ તળાવ અને કુદરતી પાણીના સ્ત્રોત છે.

જેમાં માર્ચ મહિનાથી જરૂર પડે તે રીતે પાણી પહોંચાડી તળાવને રિચાર્જ કરાઇ છે. હાલ કામગીરી શરૂ કરી દેવાઇ છે. કુલ 53 તળાવમાં પાણી આપી દેવાયું છે.

ક્યાં ક્યાં સ્ત્રોતથી તળાવમાં પાણી રિચાર્જ કરાય છે

ગીરજંગલના અંદાજે 69 જેટલા કુદરતી જળાશયો છે જેમાંથી મોટાભાગના જળાશયો વર્ષ દરમિયાન ભરાયેલા રહે છે. જ્યારે બાકીના જળાશયોને હેન્ડપમ્પ,ટેન્કરો ચલાવી ,સોલાર સીસ્ટમથી પાણી ખેંચી તેમજ પવનચક્કીની મદદથી પાણી ખેંચવામાં આવે છે. -પ્રદિપસિંહ નાયબ વન સંરક્ષક, ગીર પશ્વિમ જોન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો