• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગ્રા.પં. ચૂંટણીને લઈ ગિરનાર સ્પર્ધા 8 જાન્યુઆરીએ યોજાશે

ગ્રા.પં. ચૂંટણીને લઈ ગિરનાર સ્પર્ધા 8 જાન્યુઆરીએ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાની આગવી ઓળખ સમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા આગામી તા. જાન્યુઆરીએ યોજાશે. એમ આજે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. ગરવા ગિરનારને સર કરવા જોમ અને જુસ્સો ધરાવતા યુવાનોએ સ્‍પર્ધામાં ભાગ લેવા નામાંકન કરાવવું જરૂરી હોઇ ફોર્મ મોકલવાની આખરી તારીખ ૨૫ ડિસેમ્‍બર સુધી લંબાવાઇ છે. રમત ગમત અધિકારીની કચેરી ખાતે સ્‍પર્ધાનાં અરજીપત્રકો મોકલવાનાં રહેશે. કલેકટર ડો. રાહુલ ગુપ્‍તાએ જૂનાગઢ જિલ્લાનાં યુવક યુવતીઓને સ્‍પર્ધામાં ભાગ લઇ પોતાની સાહસ અને ખેલપ્રિયતાનો પરિચય કરાવવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, ગિરનારનો પર્વત સમગ્ર ગુજરાતનો ઉંચો પર્વત હોઇ અા સ્‍પર્ધામાં ભાગ લેવો જીવનનું એક સંભારણું બની રહેતું હોય છે. ત્યારે જૂનાગઢની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ સ્પર્ધામાં જોડાવું જોઇએ.

25 ડિસેમ્બર સુધી નામાંકન માટે ફોર્મ ભરી શકાશે

જાન્યુ.નાં પ્રથમ રવિવારે યોજાવાને બદલે વખતે

અન્ય સમાચારો પણ છે...