તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગ્રા.પં.ની ચૂંટણીમાં મતની ટકાવારી માટે સ્વેપ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રા.પં.ની ચૂંટણીમાં મતની ટકાવારી માટે સ્વેપ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં ડિસેમ્બરમાં ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે.ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારાવ માટે સ્વેપ કાર્યક્રમ યોજાશે. તેના માટે ગ્રામ કક્ષાએ આશાવર્કર, આંગવાડી કાર્યકર, મધ્યાન ભોજન સંચાલક, સખી મંડળોને સાંકળીને મતદાર જાગૃતી કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં આગામી ડિસેમ્‍બરમાં યોજાનાર ગ્રામપંચાયતોની સામાન્ય ચુંટણીઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્‍વેપ કામગીરીનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગ્રામપંચાયતોની ચુંટણીમાં મતદાનની ટકાવારી વધુમાં વધુ થાય તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ મતદાર જાગૃતિ લાયઝન અધિકારી નિમણુક થશે. વિવિધ જાહેર સ્‍થળોએ પોસ્‍ટર્સ અને સ્‍લોગન પ્રદર્શીત કરાશે. સાથે સાથે શાળા, કોલેજ કક્ષાએ રંગોળી, ચિત્ર નિબંધ સ્‍પર્ધા યોજાશે. સાંસ્‍કૃતિક કાર્યક્રમો થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. નગરપાલીકા, તાલુકા જિલ્લા કક્ષાએ શેરી નાટકો, પપેટ શો, ભવાઇ, તમાશા, વગેરેનું આયોજન કરાશે. ગ્રામ કક્ષાએ આશાવર્કર, આંગણવાડી કાર્યકર, મધ્યાન ભોજન સંચાલક, સખીમંડળોને સાંકળીને મતદાર જાગૃતિ કાર્યક્રમોનાં આયોજન હાથ ધરવામાં આવશે. સ્‍વૈચ્છીક સંસ્‍થાઓનાં સહયોગથી મતદાન જાગૃતિ માટે પત્રીકા છપાવી વિતરણ કરાશે.

જૂનાગઢ જિલ્લામાં શાળા, કોલેજ કક્ષાએ રંગોળી, ચિત્ર નિબંધ સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો