તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કેશોદમાં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી ખાડામાં ફેંકી દીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી ખાડામાં ફેંકી દીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદમાંકાળજું કંપાવી દે તેવી ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. માતાની બાજુમાં સૂતેલી 3 વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી ગયેલા હેવાને બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ મોઢે ચૂંદડી બાંધીને આજવા રોડ નજીક ખાડામાં ફેંકી દીધી હતી. બાળકી ગુમ હોવાની મોડીરાતે જાણ થયા બાદ લત્તાવાસીઓ સાથે કરેલી શોધખોળ દરમિયાન આજવા રોડ પર ખાડામાંથી મળી આવેલી બાળકીને ગુપ્તભાગમાં ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે અહીંની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ફિટકારજનક બનાવની વિગત મુજબ કેશોદમાં રહેતો પરિવાર બુધવારે રાતે ભરઊંઘમાં હતો ત્યારે માતાની બાજુમાં નિદ્રાધીન 3 વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. મોડી રાતે જાગેલા બાળકીના દાદાએ પૌત્રી નહીં દેખાતા પુત્ર, પુત્રવધૂને જગાડ્યા હતા. માસૂમ પુત્રી ગુમ થઇ જતાં બેબાકળા બની ગયેલા પરિવારજનોએ રહેવાસીની મદદથી શોધખોળ શરૂ કરી હતી.

રાતે શોધખોળ દરમિયાન ઘરથી એક કિલોમીટર દૂર આજવા રોડ પર એક ખાડામાંથી લાપતા બાળકી મળી આવી હતી. તેના મોઢા ઉપર ચૂંદડી બાંધેલી હતી અને ગુપ્તભાગે ઇજા જણાતા જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ગુપ્તભાગની ઇજા ગંભીર હોવાથી વધુ સારવાર માટે અહીંની ઝનાના હોસ્પિટલમાં ખસેડવાાં આવી છે જ્યાં તેની હાલત નાજુક છે. બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાનું પરિવારજનોએ જણાવતા તબીબી પરીક્ષણ કરાવી રિપોર્ટ આવ્યા પછી ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાએ કેશોદમાં ભારે ચકચાર જગાવી છે. ફૂલ સમાન બાળકી સાથે આવું કૃત્ય આચરનાર નરાધમને પકડી સખતમાં સખત કાર્યવાહી કરવા માગ ઊઠી છે.

માતાની બાજુમાં સૂતેલી ફૂલ જેવી બાળકીને નરાધમ ઉઠાવી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો