તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • છાત્રોએ નૃત્ય થકી કરાવ્યાં વિવિધતામાં એક્તાનાં દર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોએ નૃત્ય થકી કરાવ્યાં વિવિધતામાં એક્તાનાં દર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંજાબનાં ભાંગડા, હુડો રાસ, હરિયાણવી લોકનૃત્યોની જમાવટે કર્યા સહુને તરબતર

જય હો જૂનાગઢ મુકિત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલી સ્પર્ધામાં

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આજે યોજાયેલી લોકનૃત્ય સ્પર્ધામાં છાત્રોએ દેશની વિવિધતામાં અેક્તા હોવાની ઝાંખી કરાવી હતી. તરણેતરનાં મેળામાં રમાતા હુડો રાસ, પંજાબી ભાંગડા, રાજસ્થાની, હરિયાણવી, ડાંગી, ટીપ્પણી, લાવણી નૃત્યો થકી ઉપસ્થિતો ડોલી ઉઠ્યા હતા. ભાસ્કર અભિવ્યક્તિની લોકનૃત્ય સ્પર્ધામાં આજે તક્ષશિલા વિદ્યાલય ખાતે જૂનાગઢનાં છાત્રોમાં છૂપાયેલી અનેક પ્રકારની કલાશક્તિ જાણે કે ખીલી ઉઠી હોય એવો માહોલ ખડો થયો હતો. માત્ર ઢોલકનાં તાલે લેવાતા સ્ટેપ અને ઓર્ગનને બદલે હારમોનિયમનાં સૂરે ગવાતાં ગીતો અસ્સલ જેતે પ્રદેશ જેવો માહોલ ખડો કરતા હતા. તેમાંયે જૂનાગઢની મારી શાળાની મુસ્લિમ છાત્રાઓએ હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે ગાઇને ટીપ્પણી પર નૃત્ય કરી પ્રાદેશિકની સાથે ભારતની સાંસ્કૃતિકતામાં કોમી એક્તા પણ સામેલ હોવાની પ્રતિતી કરાવી હતી. તો સ્પર્ધા પૂરી થયા બાદ તમામ કલાકારોએ ઢોલનાં તાલે ગરબા લીધા હતા. જેમાં મારી શાળાનીજ એક નાની છાત્રાએ ગાયેલા ગરબાને લીધે પ્રભાવિત થયેલા જય હો જૂનાગઢનાં કમિટીનાં સભ્યો, નિર્ણાયકો, વગેરેએ રોકડ ઇનામો આપ્યા હતા. સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે ડો. નિષ્ઠા દેસાઇ, મિનળ સેવક, ઉદય સેવક અને હિરાબેન રાજવાણીએ સેવાઓ આપી હતી. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવમાં લોકોનો ઉત્સાહ પૂર બહારમાં ખીલી રહ્યો છે.

10 સપ્ટે.એ યોગ નિદર્શન સ્પર્ધા |જય હોજૂનાગઢમાં આગામી તા. 10 સપ્ટે.એ બપોરે 2 થી 4 દરમ્યાન યોગ નિદર્શન સ્પર્ધા યોજાશે. સ્પર્ધા પણ તક્ષશિલા વિદ્યાલય ખાતે યોજાનાર છે. અને તેમાં ભાગ લેનારે બપોરે 1:30 વાગ્યે ઉપસ્થિત થવાનું રહેશે. સ્પર્ધામાં ગૃપ અને સોલો એમ બંને રીતે ભાગ લઇ શકાશે. અને 3 થી 7 મિનીટની સમયમર્યાદા રહેશે. જેમાં ક્રમશ: એક આસનમાંથી બીજા આસનમાં જવાનું રહેશે. સમયમર્યાદામાંજ ઓછામાં ઓછા 5 આસનનાં વેરીયેશન દર્શાવવાનાં રહેશે અને સ્ટેજ તેમાં કવર કરી શકાશે. એક સાથે 2, 4 કે 6 નું ગૃપ પણ પરફોર્મ કરી શકશે. તો સોલો પરફોર્મન્સ પણ કરી શકાશે. રીધમ, ડાન્સ, યોગા પોઝ અને ડ્રેસીંગનાં આધારે નિર્ણાયકોનાં નિર્ણય અંતિમ ગણાશે. માટે મો. 9574969585 અથવા 9099251003 પર સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધીમાં નામ નોંધાવી શકાશે.

લોકનૃત્ય સ્પર્ધાનાં વિજેતાઓ

ક્રમશાળા/કોલેજનું નામ નૃત્યનો પ્રકાર મેળવેલ ક્રમાંક

ધો.6 થી 8

1.આર. એસ. કાલરીયા પ્રા. સ્કુલ(અંગ્રેજી) હરિયાણવી પ્રથમ

2. મારી શાળા ટિપ્પણી દ્વિતીય

ધો.9 થી 12

1.કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ દ. ગુજરાત આદિવાસી નૃત્ય પ્રથમ

2. એકલવ્ય પબ્લિક સ્કુલ ડાંગી દ્વિતીય,3. કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ લાવણી તૃતીય

કોલેજ-ઓપન

1.જૂનાગઢ કૃષિ યુનિ. તરણેતર હુડો પ્રથમ

2. ઘોડાસરા બીસીએ કોલેજ ગોધરા આદિવાસી દ્વિતીય

3. ઘોડાસરા મહિલા કોલેજ ડાંગી રાજસ્થાની તૃતીય

લોકનૃત્યની સ્પર્ધામાં ઉપસ્થિત શહેરીજનો તસ્વીર-મિલાપ અગ્રાવત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો