તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં યોજાનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળા, કોલેજ કક્ષાએ રંગોળી, ચિત્ર નિબંધ સ્પર્ધા યોજાશે

ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા સ્વેપ કાર્યક્રમ

જૂનાગઢજિલ્લામાં ડિસેમ્બરમાં ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે.ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારાવ માટે સ્વેપ કાર્યક્રમ યોજાશે. તેના માટે ગ્રામ કક્ષાએ આશાવર્કર, આંગવાડી કાર્યકર, મધ્યાન ભોજન સંચાલક, સખી મંડળોને સાંકળીને મતદાર જાગૃતી કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં આગામી ડિસેમ્‍બરમાં યોજાનાર ગ્રામપંચાયતોની સામાન્ય ચુંટણીઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્‍વેપ કામગીરીનું આયોજન કરવામાં આવનાર છે.

જે અંતર્ગત ગ્રામપંચાયતોની ચુંટણીમાં મતદાનની ટકાવારી વધુમાં વધુ થાય તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ મતદાર જાગૃતિ લાયઝન અધિકારી નિમણુક થશે. વિવિધ જાહેર સ્‍થળોએ પોસ્‍ટર્સ અને સ્‍લોગન પ્રદર્શીત કરાશે. સાથે સાથે શાળા, કોલેજ કક્ષાએ રંગોળી, ચિત્ર નિબંધ સ્‍પર્ધા યોજાશે. સાંસ્‍કૃતિક કાર્યક્રમો થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. નગરપાલીકા, તાલુકા જિલ્લા કક્ષાએ શેરી નાટકો, પપેટ શો, ભવાઇ, તમાશા, વગેરેનું આયોજન કરાશે.

ગ્રામ કક્ષાએ આશાવર્કર, આંગણવાડી કાર્યકર, મધ્યાન ભોજન સંચાલક, સખીમંડળોને સાંકળીને મતદાર જાગૃતિ કાર્યક્રમોનાં આયોજન હાથ ધરવામાં આવશે. સ્‍વૈચ્છીક સંસ્‍થાઓનાં સહયોગથી મતદાન જાગૃતિ માટે પત્રીકા છપાવી વિતરણ કરાશે. સોસિયલ સાઈટ દ્વારા ગ્રામ્યકક્ષાએ યોજાનાર સામાન્ય ચુંટણીઓમાં મતદારો મહતમ મતદાન પ્રક્રીયામાં જોડાય તે માટે સ્‍વેપ અંતર્ગત કાર્યક્રમો હાથ ધરાશે. એવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો