તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ચોરવાડી ગામની બજારમાં ત્રણ સિંહે ગાયનો શિકાર કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરવાડી ગામની બજારમાં ત્રણ સિંહે ગાયનો શિકાર કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનજીકનાં ચોરવાડી ગામે બે દિવસમાં ત્રણ સિંહે ચાર વાછરડી અને બે બળદનાં મારણ કરતા ગામમાં ભયનો મહોલ ફેલાયો છે. જૂનાગઢ જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દીપડા દ્વારા પશુઓનાં શિકારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જૂનાગઢ નજીકનાં ચોરવાડી ગામે બે દિવસમાં પાંચ પશુઓનાં મારણ કરતા ફફડાટ ફેલાય ગયો છે. ઘટનાનાં પગલે રાઉન્ડ ફોરેસ્ટર પિઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. અંગે માજી સરપંચ મહેશભાઇ બલદાણિયાએ જણાવ્યું હતુ કે, ચોરવાડી ગામમાં બે દિવસથી ત્રણ સિંહે ધામા નાખ્યા છે.બે દિવસમાં ચાર વાછરડી અને બે બળદનાં મારણ કર્યા છે. તેમજ ગતરાત્રીનાં ગામની મેઇન બજારમાં ગાયનું મારણ કર્યુ છે. પ્રથમ દિવસે ત્રણ અને બીજા દિવસે બે મારણ કર્યા છે. બે દિવસમાં કુલ 5 મારણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો