તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • 200 ખેડૂતોએ ખેતીવાડી અધિકારી સમક્ષ મુંડા પ્રશ્ન માટે ઉકેલ માંગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

200 ખેડૂતોએ ખેતીવાડી અધિકારી સમક્ષ મુંડા પ્રશ્ન માટે ઉકેલ માંગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્થળ પણ આવી ખરાઇ કરવા ખેડૂતો દ્વારા કરાઇ માંગ

જૂનાગઢજિલ્લામાં મગફળીનો પાક મુખ્ય ગણાય છે. ત્યારે પાકમાં ચાલુ વર્ષે મુંડા નામની ઇયળે કાળો કહેર વરસાવતા જિલ્લાનાં 200થી વધુ ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી ઉકેલ માંગ્યો હતો અને સ્થળ પર આવી ખરાઇ કરવા પણ જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લાનો મગફળી પાક ખેડૂતો માટે સોનું છે. દેશ-વિદેશ સુધી મગફળીની માંગ રહે છે. ત્યારે પાક પર મુંડા નામની ઇયળ અને ફૂગ નામનો રોગની નજર લાગી જતાં ભારે ચિંતા બેસી ગઇ છે. મુંડાનાં ઉપદ્રવ સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તે માટે જિલ્લામાંથી 200થી વધુ ખેડૂતોઅે સવારે જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરી હતી. ખેતીવાડી અધિકારી સમક્ષ ઇયળનાં નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં ભરવામાં અાવે તેવી માંગ કરી હતી. તેમજ સ્થળ પર આવી ખરાઇ કરવા માટે જણાવ્યુ હતું. ખરીફ સિઝનમાં મગફળીનાં પાકને નુકશાની પહોંચતા ખેડૂતોને આર્થિક રીતે નુકશાની વેઠવી પડશે. ભાજપનાં કો-અોર્ડીનેટર દિનેશ ખટારીયા અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતાં ખેડુતો તસ્વીર- મેહુલ ચોટલીયા

મુંડાનાં ઉપદ્રવે ખેડુતો થયાં બેહાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો