તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કુંભ મેળો પુર્ણ થતાં જૂના અખાડામાં સાધુ સંતોની વરણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભ મેળો પુર્ણ થતાં જૂના અખાડામાં સાધુ-સંતોની વરણી કરવામાં આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંગઠન મંત્રી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તેમજ ગીરનાર મંડળનાં મહંતની નિમણુંક

જૂનાગઢધાર્મિક નગરી હોવાને કારણે સાધુ-સંતો દ્વારા ધાર્મિક કાર્યો કરવા માટે અખાડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં કુંભ પૂર્ણ થતાની સાથે સંગઠન મંત્રી, ગીરનાર મંડળના મહંત અને થાનપતિની નિમણુંક સાધુ-સંતો દ્વારા કરવામાં આવી હતી.

જૂનાગઢનાં શંભુ પંચ દશનામ જૂના અખાડા ખાતે સંતોની ઉપસ્થિતિમાં સંતોની વરણી થઇ હતી. કુંભથી કુંભ સુધી સાધુ-સંતોની વરણી કરવામાં આવતી હોય છે.

જેમાં સંગઠન મંત્રી તરીકે ગોપાલગીરી બાપુ, ગીરનાર મંડળનાં મહંત તરીકે મહાદેવગીરી બાપુ અને જૂનાગઢનાં થાનપતિ તરીકે દિનેશગીરી બાપુની વરણી કરવામાં આવી હતી.

ઉપરાંત નરેન્દ્રગીરી બાપુને પણ સભાસદો દ્વારા સંબોધવામાં આવ્યા હતા. સાધુએ ઉદબોધનમાં અહંકાર કરવા માટે જણાવ્યું હતું. પ્રસંગે મહામંડલેશ્વર ભારતી બાપુ, સંગઠન મંત્રી હરીગીરી મહારાજ, અધ્યક્ષ ઉમાગીરી મહારાજ, ઉપાધ્યક્ષ પ્રેમગીરી બાપુ, ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ, સીદ્ધેશ્વરગીરી બાપુ વગેરે અગ્રણી સાધુ-સંતોએ હાજરી આપી હતી. વરણી કરાયાં બાદ સંગઠન મંત્રી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષને ચોમેરથી પ્રસનશા તેમજ અભિવાદનની વર્ષા થઇ હતી.

વરણી સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતો તસ્વીર- મિલાપ અગ્રાવત

જૂના અખાડા ખાતે વરણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો