તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • 1 કરોડની લોનનાં બહાને 3 લાખ ખંખેરનારનાં જામીન ફગાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 કરોડની લોનનાં બહાને 3 લાખ ખંખેરનારનાં જામીન ફગાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં ઠગાઇનાં કિસ્સાઓ વધ્યાં

વડોદરાની સત્યમ ફાઇ. કંપનીની જૂનાગઢ બ્રાંચનાં કર્મચારીને પોલીસે બે માસ પહેલાં ઝડપી લીધો હતો

જૂનાગઢમાંવડોદરાની સત્યમ ફાયનાન્સ કંપનીએ જૂનાગઢના બે યુવાનને 1.3 કરોડ રૂપિયા ઓછા વ્યાજે લોન આપવાની લાલચ અાપી હતી અને એડવાન્સ પેમેન્ટના નામે અેક યુવાન પાસેથી રૂ 3 લાખ અને બીજા યુવાન પાસેથી રૂપિયા 24,020 મળી કુલ 3 લાખ 24 હજાર ખંખેરી લીધા હતા. ગુનામાં સામેલ એક શખ્સની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

જૂનાગઢમાં ટીંબાવાડીના મંગલધામ નજીકના અજંતા પાર્કમાં રહેતા અમીરભાઇ ચુનીભાઇ ગોહીલ જૂનાગઢમાં દુકાન ચલાવતા હતા. દરમીયાન ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી વડોદરાની સત્યમ ફાયનાન્સ કંપનીની જૂનાગઢ બ્રાંચમાં નોકરી કરતા મીનાબેન સોલંકી તેમના પતિ અભયભાઇ રમેશચંદ્ર પંડ્યાને મળ્યા હતા. તે સમયે 3 લાખ રૂપિયાની લોન માટે વાર્ષિક એક લાખે 5 ટકાના વ્યાજ આપવાની લાલચ આપી હતી. પરંતુ રૂપિયા ચૂકવવા છત્તાં લોન મળતાં અમીરભાઇએ. અંગે સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અભય રમેશચંદ્ર પંડ્યા અને મીનાબેન પ્રાગજી સોલંકીની અટક કરી હતી. જેમાં અભયે જામીન માટેની અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ નિરવ કે. પુરોહિતની દલીલોને ધ્યાને લઇ જૂનાગઢનાં પાંચમા એડીશ્નલ સેશન્સ જજ એમ. આઇ. પઠાણે જામીન અરજીને ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો