તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ધો.10 12ની બોર્ડની પરીક્ષામાં તંત્રએ ફરમાવ્યો પ્રતિબંધ

જૂનાગઢમાં ધો.10 -12ની બોર્ડની પરીક્ષામાં તંત્રએ ફરમાવ્યો પ્રતિબંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં તા.8 માર્ચ થી 6 એપ્રીલ સુધી ધો. 10-12 બોર્ડની પરીક્ષાઓ ચાલશે. બાબતે તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પાસે 200 મીટર સુધી મશીન બંધ રાખવા, ચોકમાં લોકોએ એકત્ર થવું નહિં , સરઘસો કાઢવા નહિ, સુત્રો પોકારવા નહિ વગેરે પ્રતિબંધ જાહેર કર્યા છે. આગામી તા.8 માર્ચથી 22 માર્ચ સુધી ધો.10 ની તેમજ તા. 28 માર્ચ થી 6 એપ્રિલ સુધી ધો. 12 ની પરીક્ષા દરમ્યાન વિધાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ, ભય વિનાં પરીક્ષા અાપે તથા ચોરીનાં દુષણો સામે ડામી શકાય તે માટે જૂનાગઢ અધિક કલેકટર આર.જી.જાડેજાએ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગનાં વિસ્તારમાં તા. 8 માર્ચ થી 6 એપ્રિલ સુધી પ્રતિબંધ જાહેર કર્યો છે. જેમાં પરીક્ષા કેન્દ્રની આસપાસ 200 મીટર વિસ્તારમાં માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર રસ્તા પર વધારે લોકોએ એકઠા થવું નહિ, સરઘસો કાઢવા નહિ, સુત્રો પોકારવા નહિ પરીક્ષા કેન્દ્રની આસપાસ 200 મીટર ઝેરોક્ષ મશીન બધ રાખવા વગેરે પ્રતિબંધ છે.

તેમજ વિધાર્થીઓએ ઇલેકટ્રોનિક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો લઇ જવી નહિ તેવી કોઇ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહિ. પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ મહેનત કરવામાં લાગી ગયા છે. છે.

અન્ય સમાચારો પણ છે...