તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પાલીતાણાથી જૂનાગઢ 1500 જૈન યાત્રિકોની પગપાળા યાત્રા

પાલીતાણાથી જૂનાગઢ 1500 જૈન યાત્રિકોની પગપાળા યાત્રા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયજિનેન્દ્ર સેવા સંઘ સંચાલિત પાલીતાણા થી જૂનાગઢ જૈન પદયાત્રિક સંઘની તીર્થમાળ અને પુર્ણાહુતિ યોજાઇ હતી. સંઘમાં 1500 જૈન યાત્રિકોએ યાત્રા કરી હતી. જેમાં ચેન્નઇ ,બેંગલોર, મહારાષ્ટ્ર, મુંબઇ, રાજસ્થાન અને ગુજરાતનાં જૈન અગ્રણીઓ જોડાયા હતા.

પુજાનો જય જિનેન્દ્ર સેવા સંઘ દ્વારા પાલીતાણા થી જૂનાગઢ પદપાળા જૈનસંઘ યોજાયો હતો. સંઘમાં ચેન્નઇ, બેંગલોર, મહારાષ્ટ્ર, મુંબઇ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છના 750 પદયાત્રી ભાઇઓ-બહેનો તથા 750 જૈન અગ્રણીઓ , નવયુવાનો-યુવતીઓ અને મહિલાઓ તમામ જોડાયા હતા. સંઘમાં બેન્ડવાજાઓ, શરણાઇ-ઢોલ વાદન, આદિવાસી નૃત્ય મંડળીઓ, ઘોડેસવારો, અશ્વરથો, કળશધારી બહેનો વગેરે સંઘમાં હતા. તા.4 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી સુધી 15 મુકામે સાથે 15 કીલોમીટરનાં વિહારમાં 9 .પવાસ, છઠ્ઠ-આઠમ અને રોજની 50 થી વધુ આપબીબ તપની આરાધના કરી હતી. રથ સંઘમાં ડહેલાવાળા, અભય દેવસુરીશ્વરજી, દોલતસાગર સુરીશ્વરજી, પશોભદ્ર સુરીશ્વરજી સહિતનાં 60 સાધુ ભયવતો અને વિવિધ સમુદાયનાં 200 સાધ્વીજી ઉપસ્થિત રહયા હતા. તેમ સંઘનાં વિમલચંદ આનંદજી રાજી વેદમુથ્થા જણાવ્યુ હતું. યાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાતા હર્ષની લાગણી વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...