તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં સીમ કાર્ડનું વેંચાણ કરતા પહેલા રજીસ્ટર નિભાવવું ફરજીયાત છે. છતા કેટલાક વેપારીઓએ નિયમનો ભંગ કરતા હોય છે.જાહેરનામાનો ભંગ કરનાર ત્રણ વેપારીઓ સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં જાહેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની એસપી નિલેશ જાજડિયાની સુચનાથી એસઓજીનાં એમ.એસ.ગોહીલનાં માર્ગદર્શનમાં એસઓજીનાં એસ.એચ.ગઢવી, આર.વી.વ્યાસ સહિતની ટીમે જુદા-જુદા વિસ્તારામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુનિવર્સિલ ટ્રાવેલ્સનાં સંચાલક જુજરભાઇ હસનઅલી કપાસી, સ્ટુડન્ટ ટાઇપ રાઇટીંગ ઇન્સ્ટીટ્યુટ તથા ડીજીટ્રોનીકેસનાં સંચાલક ધૈવતભાઇ ગજેન્દ્રભાઇ બાટવિયા, જી.એસ.એમ.મોબાઇલનાં સંચાલક પ્રશાંત હાસાનંદભાઇ કાંજયાણીએ સીમકાર્ડનું વેંચાણ કર્યુ હતુ.પરંતુ જાહેનામુ હોવા છતા રજીસ્ટર નિભાવ્યું હતુ. જે તપાસમાં બહાર આવતા એસઓજીએ તમામ ત્રણે શખ્સ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરીમાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં પણ જાહેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ. સીમ કાર્ડનું વેંચાણ કરતા પહેલા રજીસ્ટર નિભાવવું ફરજીયાત છે. છતા નિયમનો ભંગ થઇ રહ્યો છે.

વેંચાણ કરતા પહેલા રજીસ્ટર નિભાવ્યા વિના 3 વેપારીઓ સીમકાર્ડનું વેંચાણ કરતા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો