તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કુંભ મેળો પૂર્ણ થતાં જૂનાગઢનાં જૂના અખાડામાં સંતોની વરણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભ મેળો પૂર્ણ થતાં જૂનાગઢનાં જૂના અખાડામાં સંતોની વરણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢધાર્મિક નગરી હોવાને કારણે સાધુ-સંતો દ્વારા ધાર્મિક કાર્યો કરવા માટે અખાડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં કુંભ પૂર્ણ થતાની સાથે સંગઠન મંત્રી, ગીરનાર મંડળના મહંત અને થાનપતિની નિમણુંક સાધુ-સંતો દ્વારા કરવામાં આવી હતી.

જૂનાગઢનાં શંભુ પંચ દશનામ જૂના અખાડા ખાતે સંતોની ઉપસ્થિતિમાં સંતોની વરણી થઇ હતી. કુંભથી કુંભ સુધી સાધુ-સંતોની વરણી કરવામાં આવતી હોય છે. જેમાં સંગઠન મંત્રી તરીકે ગોપાલગીરી બાપુ, ગીરનાર મંડળનાં મહંત તરીકે મહાદેવગીરી બાપુ અને જૂનાગઢનાં થાનપતિ તરીકે દિનેશગીરી બાપુની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત નરેન્દ્રગીરી બાપુને પણ સભાસદો દ્વારા સંબોધવામાં આવ્યા હતા. સાધુએ ઉદબોધનમાં અહંકાર કરવા માટે જણાવ્યું હતું. પ્રસંગે મહામંડલેશ્વર ભારતી બાપુ, સંરક્ષક મંત્રી હરીગીરી મહારાજ, અધ્યક્ષ ઉમાગીરી મહારાજ, ઉપાધ્યક્ષ પ્રેમગીરી બાપુ, ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ, સીદ્ધેશ્વરગીરી બાપુ વગેરે અગ્રણી સાધુ-સંતોએ હાજરી આપી હતી.

સંગઠન મંત્રી, ગીરનાર મંડળનાં મહંતની નિમણુંક

મંત્રી, સંગઠન મંત્રી તરીકે નિમણૂંક થતાં સંતોનું હારતોરાથી સન્માન.

નિમણૂંક થયેલ સંતોનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો