તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો. આંબેડકર કર્મચારીની સાધારણ સભા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

જૂનાગઢનીસંસ્થા ડો. આંબેડકર કર્મચારી સંગઠન દ્વારા બાબા સાહેબની વિચારધાર બેક ટુ સોસાયટી મુજબ શિક્ષણનો વ્યાપ વધારવા માટેનાં પ્રયાસો કરે છે. જેમાં ગીરનાર રોડ ખાતે આવેલા માંગલ્ય પાર્ટી પ્લોટ વિસ્તારમાં તા. 10નાં રાત્રે 9:30 વાગ્યે ભીમ ભજનનું આયોજન કર્યુ છે. તેમજ તા. 11નાં રોજ સવારે 9:30 વાગ્યે વિદ્યાર્થી સન્માન સમારોહ અને બપોરે 3 વાગ્યે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજનાં બાળકો અને યુવાનોમાં શિક્ષણ પ્રતિ ભાવના જાગૃત બને તે માટે સૌરાષ્ટ્ર લેવલનાં તેજસ્વી વિદ્યાર્થી સમારોહમાં જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાનાં કલેકટર હાજરી આપશે. ઉપરાંત રેડીયો કલાકાર ચંદ્રેશભાઇ પરમાર, લોકગાયિકા શોભનાબેન દાફડા, સમાજનાં ડોકડર, ઇજનેર, પોલીસ સહિતનાં કર્મચારીઓ હાજર રહેશે તેમ કર્મચારી સંગઠનનાં પ્રમુખ એમ.એન.વાઢેરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો